કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે, ત્યાં ક્યારેક રૂપિયા-પૈસાની અછત રહેતી નથી. એવા ઘરમાં હંમેશા અન્ન-ધનના ભંડાર ભરેલા રહે છે. શુ તમે જાણો છો કે વાસ્તુ અને ફેંગશુઈમાં પાંચ એવા છોડ અંગે જણાવવામાં આવ્યું છે, જે મની પ્લાન્ટથી પણ વધારે સારા હોય છે.
ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે
આર્થિક ઉન્નતિ માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખે છે. વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે. કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે, ત્યાં ક્યારેય રૂપિયા-પૈસાની અછત રહેતી નથી.
અળસીનો છોડ- વાસ્તુ મુજબ જે ઘરના બગીચા, છત અથવા બાલકનીમાં અળસીનો છોડ લગાવેલો હોય છે, ત્યાં ક્યારેય ધનની કમી થતી નથી. ઘરની સામે અળસીનો છોડ લગાવવાના અન્ય ઘણા ફાયદા થાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ ઘરની સામે આ છોડને લગાવવા શુભ માનવામાં આવે છે. ઘરમાં હંમેશા સુખ-શાંતિનો માહોલ રહે છે.
તુલસીનો છોડ- ઘરમાં તુલસીનો છોડ રાખવો અત્યંત શુભ હોય છે. એવુ કહેવાય છે કે તુલસી માં લક્ષ્મીનુ સ્વરૂપ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે છે. ઘરમાં તુલસી રાખવાથી તમને આરોગ્યનુ વરદાન પ્રાપ્ત થાય છે, પરંતુ ધનના ભંડાર પણ ક્યારેય ખાલી થતા નથી.
શ્વેતાર્ક- શ્વેતાર્કના પાન અને તેની ડાળીઓ તોડવાથી તેમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નિકળે છે. આ છોડને ગણપતિજીનુ પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુમાં આ છોડને ઘરમાં રાખવો અત્યંત શુભ જણાવવામાં આવ્યો છે. શ્વેતાર્કનો છોડ ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધી આવે છે.
જેડ પ્લાન્ટ- તમે ઘણા લોકોના ઘરની છત અને બાલકનીમાં જેડ પ્લાન્ટ રાખેલો જોયો હશે. જેને ક્રસુલા ઓવાટા પણ કહેવામાં આવે છે. ફેંગશુઈમાં આ છોડને ખૂબ ચમત્કારી જણાવવામાં આવ્યો છે.