વાસ્તુશાસ્ત્ર અને આપણા જીવન વચ્ચે ઊંડો સંબંધ હોય છે. જી હાં, વાસ્તુ અનુસાર ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વળી ઘરમાં સકારાત્મક ઉર્જાથી ધન સંપદા, વૈભવ વગેરેનું આગમન થાય છે. જીવનમાં પૈસાની ઊણપ થી ઘણા બધા કષ્ટનો સામનો કરવા પડે છે. આ કોઈ જણાવવાની વાત નથી. આ સિવાય ક્યારેક ક્યારેક ઘણી મહેનત કરવા છતાં પણ પૈસાની અછત જળવાઈ રહે છે. એટલા માટે પૈસા વાળી જગ્યા પર બિનઉપયોગી અને અપવિત્ર વસ્તુ રાખવી જોઈએ નહીં.
તો આવો આજે અમે તમને જણાવીએ કે વાસ્તુ અનુસાર પર્સમાં શું રાખવું જોઈએ અને શું રાખવું જોઇએ નહી, જેથી માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ આપણા પણ હંમેશા જળવાઈ રહે અને આપણું પર્સ ક્યારે પણ ખાલી ન રહે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેકે પોતાના પર્સમાં માતા લક્ષ્મીની બેસેલી મુદ્રાની ફોટો રાખવો જોઈએ. આવું કરવાથી તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં થશે.
વાસ્તુ અનુસાર જો આપણે આપણા પર્સમાં સોના કે ચાંદીનો સિક્કો રાખીએ તો પણ હંમેશા ધનલાભ થવાની સંભાવના બની રહે છે. જોકે એને રાખવા પહેલા માતા લક્ષ્મીનાં ચરણથી સ્પર્શ જરૂર કરાવો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ રંગના કપડા પર પોતાની ઈચ્છા લખીને તેને રેશમી દોરાથી બાંધીને પર્સમાં રાખી દો. આવું કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
જો તમે પૈસાની સમસ્યાથી મુક્તિ ઇચ્છો છો તો કોઇ કિન્નરને પૈસા આપ્યા બાદ તેની પાસે ૧ રૂપિયાનો સિક્કો પરત લઈ લો. જો કિન્નર પોતાની ખુશી થી તમને સિક્કો આપી દે છે, તો તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં રાખો કે તિજોરીમાં રાખો. આવું કરવાથી તમારી ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થવા લાગશે.
ચોખાનું હિંદુ ધર્મમાં કેટલું વધારે મહત્વ છે, એ તો આપણે બધા જાણીએ છે. તેવામાં કહેવામાં આવે છે કે જો તમે પર્સમાં ચપટી ચોખાનાં દાણા રાખશો તો તમારા પર્સમાંથી કારણ વગરનાં પૈસા ખર્ચ થશે નહી અને ત્યાં જ પૈસાની બરકત થશે તે અલગ.
માન્યતા પ્રમાણે જો તમને માતા-પિતા કે કોઇ વડીલનાં આશીર્વાદમાં નોટ મળે છે, તો તમે તે નોટ પર કેસર અને હળદરનું તિલક લગાવીને પોતાના પર્સમાં હંમેશા રાખવું જોઈએ. કહેવાય છે કે મોટા વડીલોનાં આશીર્વાદથી તમારૂ પર્સ ક્યારેય ખાલી નથી રહેતું.
પોતાના પર્સમાં પૈસાની સાથે-સાથે કોડી કે ગોમતી ચક્ર રાખવું પણ ફળદાયક માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોડી કે ગોમતી ચક્ર પર્સમાં રાખે છે, તો તેને અવશ્ય ધનલાભ થાય છે.
તમે તમારા પર્સમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત ગોમતીચક્ર, સમુદ્રી કોડી, કમળ ગટ્ટા, ચાંદીનો સિક્કો વગેરે પણ રાખી શકો છો. તેમાંથી કોઈપણ વસ્તુ પર્સમાં રાખતા પહેલા થોડા સમય માટે માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો. કહેવાય છે કે આવું કરવાથી ક્યારેય પણ વ્યક્તિનાં જીવનમાં પૈસાની ઊણપ નથી થતી.
એક વિશેષ વાત કે આપણે વાસ્તુ અનુસાર પર્સમાં ક્યારેય પણ નકામા કાગળ, ફાટેલી નોટ, બ્લેડ કે મૃત વ્યક્તિઓનો ફોટો રાખવો જોઈએ નહીં, નહીંતર તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આપણને ધનનો અભાવ થઈ શકે છે.
વળી છેલ્લે એક વિશેષ વાત તમને જણાવી દઈએ કે તમે તમારા પર્સમાં પીપળાનું પાન પણ રાખી શકો છો. માન્યતા છે કે તેનાથી તમારા પર્સમાં ધનની વર્ષા શરૂ થઇ જશે. ધર્મગ્રંથો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એક પીપળાનાં પાનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો. હવે એના પર કેસરથી “શ્રી” લખો અને તેને પોતાના પર્સમાં એવી રીતે રાખી દો કે કોઈને નજર ના આવે. સાથે જ એક નિયમિત અંતરાળ પછી આ પાન બદલતા રહો. આવું કરવાથી પણ તમને ઘણો ફાયદો થશે. ખાસ ધ્યાન રાખો કે પર્સ ચામડાનું ના હોય.