મીન રાશિ
મીન રાશિવાળા જાતકો માટે આવનારો સમય ખૂબ જ સારો રહેશે. માનસિક સુખ શાંતિ બની રહેશે. તમારી પ્રતિભા અને ઉર્જામાં વધારો થશે, જેના કારણે કાર્યક્ષેત્ર પર ગુણવત્તા સુધારશે. મોટા આર્થિક લાભ મળી શકે છે. તમારી કુશળતામાં વધારો થઇ શકે છે. મહિલા વર્ગ માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. જૂના સમયમાં લીધેલા કરજની ચૂકવણી કરી શકશો. કાર્યક્ષેત્ર પર મહેનતના સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી સફળતાના દ્વાર ખુલશે. ધન પ્રાપ્તિ માટેનો સમય આવી રહ્યો છે. ઉત્સાહમાં વધારો થશે. ઘરમાં મંગળ કાર્ય થઈ શકે છે. શુભ આયોજન બની શકે છે. ભવિષ્યના સમયની ચિંતાઓ દૂર થશે. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. તમે તમારી કુશળતાના બળ પર ઘણો મોટો નફો મેળવી શકો છો. વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે. કામકાજમાં આવી રહેલી રુકાવટ દુર થશે. કૌટુંબિક જવાબદારીઓ પૂરી કરી શકશો. ઘરના લોકો તમારાથી ખુશ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જે જાતકો રોજગાર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. ભૂતકાળમાં થયેલી ભૂલની પૂર્તિ કરી શકશો. વ્યવસાયમાં કોઈ મોટી ડીલ પાર પડી શકે છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંપર્ક સૂત્રો વધશે. આત્મબળ મજબૂત રહેશે. પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. વડીલોના આશીર્વાદ રહેશે. પ્રેમ સંબંધોમાં ખૂબ જ સારો સમય આવશે.
ધન રાશી
ધન રાશિના જાતકોની સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થશે. સંતાન તરફથી કોઈ મોટી પ્રગતિના સમાચાર મળી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ થશો. લાંબા સમયથી ચાલી આવતા ચિંતા અને થાક દૂર થઇ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતામાં વધારો થશે. ભવિષ્ય સંબંધિત યોજનાઓને લઈને મહત્વપૂર્ણ નીતિ બનાવી શકશો.
વૃષીક રાશિ
વૃષીક રાશિના જાતકોને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ મળી શકે છે, જે ખૂબ જ લાભ આપનારી સાબિત થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન સંચય કરવામાં સફળ રહેશો. ભૂતકાળમાં કરેલું રોકાણ ખૂબ જ સારૂ પરિણામ આપી શકે છે. વ્યવસાયનો વિસ્તાર કરવાની યોજનાઓ પાર પડશે. ઘણા લાંબા સમયથી રોકાયેલી યોજનામાં ગતિ આવશે. રાજકીય પક્ષ તરફથી સહયોગ મળશે. વરિષ્ઠ લોકો સાથેના સંબંધો સુધરી શકે છે.
કન્યા રાશી
કાર્ય સાથે સંકળાયેલ યાત્રા લાભદાયક સિદ્ધ થશે. આવકના સ્ત્રોત વધશે. નોકરીમાં બોસ અને સહ કર્મીઓ સંતુષ્ટ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે, જેના કારણે વાતાવરણ સુખદ રહેશે. ઘર-પરિવારમાં પ્રેમનું વાતાવરણ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. સંતાનપ્રાપ્તિની બધી જવાબદારીઓ પૂરી કરી શકશો. પતિ-પત્ની વચ્ચે સમજણ બનેલી રહેશે. સમસ્યાઓનું સમાધાન મળશે.