મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થશે. સંતાનો તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે, જેને લીધે તમે ખૂબ જ નિરાશા અનુભવશો. નકારાત્મક વિચારોને તમારે તમારા ઉપર હાવી ન થવા દેવા. નોકરીના ક્ષેત્રે તમે કંઈક અલગ રીતે કામ કરવાના પ્રયત્નો કરશો. મોટા અધિકારીઓ તમને સપોર્ટ કરશે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ બંને રહેશે. માતા-પિતા સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળશે.
વૃષભ રાશી
વૃષભ રાશિના લોકો તેના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત દેખાશે. રાજનીતિના ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. પારિવારિક વેપાર-ધંધામાં પિતાનો સહયોગ મળશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે માટે તમારે તમારી આવક પ્રમાણે ખર્ચાઓ કરવા. કોઈપણ પ્રકારના વિવાદને આગળ વધવા ન દેવો. નવા લોકો સાથે મિત્રતા થઈ શકે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતાં વધારે ભરોસો કરવો સારું નથી.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોનો સમય મિશ્ર રહેવાનો છે. તમારી કીમતી વસ્તુ ખોવાઈ જવાનો અથવા ચોરી થવાનો ભય રહેશે. તમારા કોઈ મહત્ત્વના કામ બનતા બનતા અટકી પડશે, જેને લીધે માનસિક તણાવ વધારે રહેશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરીને તમારું મન ખુશ રહેશે. જીવનસાથી સાથે તમે કોઈ સારી જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ધર્મ કર્મના કામમાં વધારે મન લાગશે. વેપારની સ્થિતિ સામાન્ય રહેવાની છે, તમારે તમારા વેપારમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવો નહીં, નહીંતર તમારા નફામાં અછત રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોનો સમય મિશ્ર રહેશે. કિસ્મત કરતાં વધારે તમારે તમારી મહેનત ઉપર ભરોસો કરવો પડશે. સંપત્તિના કામમાં લાભ મળી શકે છે. ઘરેલુ જરૂરિયાતો પાછળ વધારે ધન ખર્ચ થવાની સંભાવના રહેલી છે. બધા લોકો તમને પૂરો સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરાં થઈ શકશે. કોઈપણ મોટું રોકાણ કરવાથી બચવું પડશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોનો સમય થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તમારે તમારા બધા કામ સમયસર પૂરા કરવા પડશે. કાર્યાલયમાં વધારે ભાગદોડ કરવી પડશે. આરોગ્યમાં ઉતાર-ચડાવની પરિસ્થિતિ બની રહેશે. જૂની વાતને લઈને મનમાં ચિંતા થઈ શકે છે. તમારે બિનજરૂરી તણાવ લેવો નહીં. ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થશે. ધાર્મિક કામમાં વધારે ધન ખર્ચ થશે. ઈશ્વરની ભક્તિથી તમારું મન શાંત રહેશે. કોઈપણ પ્રકારના વાદ વિવાદ અને ઝઘડાથી દૂર રહેવું પડશે. બાળકો તરફથી વધારે ચિંતા રહેશે. આર્થિક બાબતો તમને વધારે પડતી સફળતા મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમ માટેની ચર્ચા થઇ શકે છે. તમે તમારી કામકાજની રીતમાં થોડા સુધારો કરવાના પ્રયત્ન કરશો. ભાઈ બહેનનો પૂરો સાથ મળશે. કોઇપણ યાત્રા સમયે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, નહીંતર દુર્ઘટના થવાની શંકા બની રહે છે. મિત્રો સાથે મોજ મસ્તી માટે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાની જરૂર છે. ધાર્મિક કામમાં તમારું મન લાગશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકોનો સમય ઠીકઠાક રહેશે. તમારે તમારા વ્યવહાર ઉપર કાબુ રાખવાની જરૂર છે. તમે થોડા ચીડિયા બની શકો છો. અચાનક દૂર સંચારના માધ્યમથી દુઃખદ સમાચાર મળવાની સંભાવના રહેલી છે, જેને લીધે તમે ખૂબ જ હતાશ રહેશો. તમારે તમારા કોઈપણ કામ ઉતાવળમાં ન કરવા, નહિતર તમારા કામ બગડી શકે છે. કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાના પ્રયત્નો કરશે, એટલા માટે આવા લોકોથી દૂર રહેવું. નોકરીના ક્ષેત્રે ઉતાર-ચડાવ આવી શકે છે. મોટા અધિકારીઓ સાથે તાલમેલ બનાવીને રાખવો.
વૃષીક રાશિ
વૃષીક રાશિના લોકોએ આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. તમારે તમારા ખાનપાનમાં સુધારો કરવો. ઘરની આર્થિક સ્થિતિને લઈને સમય ખૂબ જ ચિંતિત રહેશો. બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા, જરૂર હોય ત્યાં જ ખર્ચા કરવા. તમારા દ્વારા કરવામાં આવેલ યાત્રા સફળ રહેશે. બાળકો તરફથી સૂચના મળશે. પ્રાઇવેટ નોકરી કરતા લોકોએ મોટા અધિકારીઓ સાથે સારો તાલમેલ બનાવીને રાખવો, તેનાથી તમને ફાયદો મળશે. સામાજિક કામમાં આગળ પડતો ભાગ લેશો. માતા-પિતા સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી રહેવાના છે. તમારા અટકેલા કામ પૂરાં થઈ શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. તમારે તમારા ગુસ્સા અને વાણીમાંને કાબુમાં રાખવાની જરૂર છે, નહીંતર કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કામનું ભારણ ખૂબ જ વધારે હોવાથી પોતાના પરિવાર માટે સમય કાઢવો થોડું મુશ્કેલ રહેશે. બાળકો તરફથી અચાનક ખુશ ખબર મળી શકે છે. સામાજિક વિસ્તાર વધશે. અજાણ્યા લોકો ઉપર ઝડપથી ભરોસો ન કરવો જોઈએ.
મકર રાશિ
મકર રાશિવાળા લોકો પોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે. મિત્રો સાથે મળીને પાર્ટીનો પ્રોગ્રામ બની શકે છે. કોઈ મહત્વપૂર્ણ યોજનાને લીધે તમે થોડા વધારે ચિંતિત રહેશો. વેપારમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ બની રહેશે. ભાગીદારોની ગતિવિધી ઉપર નજર રાખવી, નહીંતર ભાગીદારો તરફથી નુક્સાન સહન કરવું પડશે. જો તમે કોઈ જરૂરી દસ્તાવેજો ઉપર સાઇન કરવા જઈ રહ્યા હોય તો પહેલા સારી રીતે વાંચી લેવા જોઈએ. કેટલાક જરૂરી કામ પૂરા કરવા માટે વધારે ધનખર્ચ રહેશે. મિત્રો તરફથી આર્થિક સહાયતા મળી રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોના સમય ઠીકઠાક પસાર થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ગુપ્ત શત્રુઓ થોડું સાવધાન રહેવાની જરૂર છે કારણ કે એ તમારું કામ બગાડી શકે છે. નોકરીના ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. કોઈપણ કામમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે પડતું ધ્યાન આપવું પડશે. અઘરા વિષયોમાં શિક્ષકોના પૂરો સહયોગ મળશે. પ્રેમ જીવન સામાન્ય રહેશે. દાંપત્ય જીવનમાં કોઈ વિવાદ આવી શકે છે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતાં વધારે ભરોસો ન કરવો કારણ કે એ લોકો તમને દગો આપી શકે છે.
મીન રાશિ
મીન રાશિના લોકો પોતાના પરિવારના સભ્યો સાથે વધારેમાં વધારે સમય પસાર કરશે. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં, ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી રહેશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. ધાર્મિક કામમાં વધારે ધન ખર્ચ થશે. બાળકોની નકારાત્મક ગતિવિધી ઉપર નજર રાખવી. જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગતા હોય તો ઘરના અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે. એનાથી તમને ફાયદો મળશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે, જેનાથી શારીરિક થાક તેમજ માનસિક તણાવ અનુભવશો.