મેષ રાશિ
આજે આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. આરોગ્ય સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી તમને પરેશાન કરી શકે છે. આજે તમારું ધ્યાન જલ્દી લાભ અપાવતા વ્યવસાય તરફથી હટી ને, સુરક્ષિત વ્યવસાય તરફ વધારે આકર્ષિત થશે. તમારા ખર્ચાઓમાં વધારો થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે સંઘર્ષ કરી શકો છો. એટલા માટે તમારે તમારા ગુસ્સા અને અહમને કાબુ રાખવાની જરૂર છે. તમારા કામ કરવાના સ્થળ ઉપર તમે સારું પ્રદર્શન કરી શકશો.
વૃષભ રાશી
વૃષભ રાશિવાળા લોકો માટે નાના નાના કરારો કરવા ફાયદાકારક રહેશે. લગ્ન જીવન જીવી રહેલા લોકો માટે આજે ખૂબ વધારે સારો દિવસ રહેશે. આજે તમે તમારા પરિવાર બાબતે કોઈ મોટા નિર્ણયો લેવાનો પ્રયત્નો કરશો. રોકાણની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે ઓવર સ્ટેન્ડિંગની ટેવ તમારું બજેટ ખરાબ કરી શકે છે. કામની બાબતમાં આજનો દિવસ ફાયદાકારક રહેશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખી શકશો. અભ્યાસમાં સફળતા મળવાના યોગ છે.
મિથુન રાશિ
આજે તમે કેટલાક એવા લોકો સાથે જોડાઈ શકો છો જે બધી રીતે તમારી મદદ કરવા તૈયાર હોય. તમારા વિચારેલા કામ પૂરાં થઈ શકે છે. કોઈ જરૂરી કામ માટે તમારા પરિવારનો પૂરેપૂરો સહયોગ મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે રોજગારીની બાબતમાં કોઈની સલાહ લઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. શિક્ષણની બાબતમાં વર્તમાન સમયમાં જોખમ ઉઠાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોની બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાની સમાજમાં પ્રશંસા કરવામાં આવશે. તમારા ખર્ચાઓ ખુબ જ વધી શકે છે. ઓફિસમાં તમને કોઈ મોટું કામ કરવાની જવાબદારી મળશે, એ કામ તમે સમયસર પૂરી કરી શકશો. પૈસાનું રોકાણ કરવાથી દૂર રહેવું એ જ તમારા માટે સારું રહેશે. એક તરફી પ્રેમ કરવાવાળા લોકો પોતાના પ્રેમી સાથે મુલાકાત કરી શકે છે. સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકોએ કોઈ જિદ્દી ઘરાક સાથે ડિલ કરવી પડી શકે છે.
સિંહ રાશી
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમને પૈસાનો લાભ થશે. તમારો ઉત્સાહ બનાવીને રાખો કારણ કે આના લીધે જ તમારે બધી મુશ્કેલીઓ દૂર થઇ શકશે. તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂર છે, નહીતર કોઈ બનેલું કામ બગડી થઈ શકે છે. ભાગ્યનો તમને સાથ મળશે. આરોગ્ય પણ સારું રહેશે. તમે સારા કામ માટે ખર્ચાઓ કરી શકશો. મહિલા મિત્ર તરફથી લાભ મળવાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોને વેપાર-ધંધામાં લાભ થઈ શકે છે. તેમજ નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. પારિવારિક કામને પૂરા કરવામાં આજે તમે સફળ થશો. કોઈ જરૂરી કામમાં મિત્રોનો સહયોગ મળી શકે છે. તમે આજુબાજુના લોકો સાથે સહનાભૂતી બનાવી રાખશો. કેટલાક લોકો તમારા માટે ખાસ સાબિત થશે. અનિદ્રા અને ચિંતાથી પીડાતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પ્રવાસમાં જવું મોંઘું પડી શકે છે.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ફળદાયક છે. પ્રેમ જીવનમાં દિવસ ખૂબ સામાન્ય રહેશે અને તમને મિશ્ર ફળ મળશે. વધારે સારું રહેશે કે આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે તમે ખરાબ વાતો ન કરો. પરિવારના સભ્યો ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવવાના પ્રયત્નો કરશે. કામની બાબતમાં દિવસ તમારા તરફ રહેશે. માણસોને પારખ્યા વગર પૈસાની લેવડદેવડ કરવી તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કોઈ સુંદર સ્થળ પર જવાના યોગ છે.
વૃષીક રાશિ
આજે તમારે કોઈ મહત્વના નિર્ણય લેવા પડશે. મહેનત અને લગનથી કામ કરવાથી આજે તમને સારી સફળતા મળશે. મહેનત ઉપર ભરોસો કરવાનું શીખવું. કામના સ્થળે લાભ મળી શકે છે જીવનસાથી આજે તમારા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરશે. પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થઇ શકે છે. મન આનંદિત રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે. કોઈ નવી મિત્રતા લાંબી મિત્રતામાં પરિવર્તિત થઇ શકે છે.
ધન રાશિ
આજે તમારા પરિવારના સભ્યો તમારી મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર છે. વધારે પડતા પૈસા કમાવવા માટે તમને કોઈ નવું સાધન મળી શકે છે. પગારદાર લોકોને લાભ મળશે, પરંતુ વેપારી લોકોને વધારે પડતી મહેનત કરવી પડશે. પોતાના પ્રિયજનો સાથે નાનકડી યાત્રા ખૂબ જ સારી રહેશે. પ્રેમસંબંધોમાં સુમેળ બનાવવા માટે ખૂબ જ સારો દિવસ રહેશે.
મકર રાશિ
આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. મનમાં ઘણા પ્રકારના વિચારો ચાલતા રહેશે. ધર્મ-કર્મ અને પૂજાપાઠમાં તમારું મન લાગશે. દાન-પુણ્ય માટેના કામ કરી શકો છો. પરિવારમાં પિતા તરફથી અને કામના ક્ષેત્રે ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે. આર્થિક બાબતમાં ભાગ્યનો સાથ મળશે, જેને તમે પોતાની સાથે રહેલા લોકો સાથે શેર કરી શકશો. લોકો ઉપર તમારો વિશ્વાસ વધી શકે છે. પરિવારના સભ્યો કોઈ વસ્તુમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોએ આજે પોતાના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા સમયે વિવેક રાખવો જરૂરી છે. કામના ક્ષેત્રમાં આજે તમારે થોડી અડચણનો સામનો કરવો પડી શકે છે. તમારા સિનિયર સાથે વાદ-વિવાદ ન કરવો. પૈસા કમાવવા માટે આ એક ઉપયોગી દિવસ રહેશે. પોતાના આરોગ્યની ધ્યાન રાખવું. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાના સંકેતો મળી રહ્યા છે. યાત્રા પર જઈને સારું મહેસૂસ કરશો. વેપાર ધંધાના સ્થળે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. ભાગ્ય તમારો પુરો સાથ આપશે.
મીન રાશિ
આજે તમારો આર્થિક પક્ષ સામાન્ય રહેશે. તમે તમારા પ્રિય માણસને વિશેષ મહેસૂસ કરાવવા માટે બની શકતા પ્રયત્ન કરશો. આરોગ્ય અને મન બંનેની અનુકૂળતાથી ક્ષમતા કરતા વધારે કામ કરી શકશો. ગૃહિણીઓ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેશે. કોઈ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. નોકરીમાં તમારા જૂનીયર લોકો સાથે વિવાદ ન કરવો, એનાથી તકલીફ થઈ શકે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવા ઈચ્છો છો તો કરી શકશો.