૧૦૧ વર્ષ બાદ બની રહ્યા છે અદભુત સંયોગ, આ રાશિની પૈસાની સમસ્યા થઇ જશે ખતમ

Posted by

મેષ રાશિ

આજે તમને તમારા સાથી આશ્ચર્ય ચકિત કરવાના પ્રયત્નો કરશો. જરૂરી કાગળિયા ઉપર સાઈન કરતા પહેલા તેને જરૂરથી વાંચવા. નોકરી સાથે જોડાયેલા લોકોને ચુનોતીઓનો સ્વીકાર કરીને, પરીક્ષામાં પાસ થવું પડશે. કોઈની સાથે પોતાની ભાવનાઓ શેર કરવાની કોશિશ કરશો. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. લાંબા સમયથી ચાલી રહેલા ઘર-પરિવારના વાદવિવાદ માટેનો આજે છેલ્લો દિવસ છે.

કન્યા રાશિ

નવી યોજનાઓ માટે સારો દિવસ રહી શકે છે. ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. કલાત્મક કામમાં તમારું મન લાગશે. અભિનય સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ બનાવીને રાખવો પડશે, થોડું ખુલ્લા મનથી કામ કરવું, બંને વચ્ચે કોઈપણ વસ્તુ છુપાયેલી ન હોવી જોઈએ. તમારા પ્રિય વ્યક્તિનું અસ્થિર વર્તન તમારા રોમાન્સને બગાડી શકે છે.

તુલા રાશિ

આજે તમારી માતાનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. ભાગીદારો વચ્ચે ગેર સમજણ થઇ શકે છે. તમારે નમ્રતા અને સાવધાનીથી વાતચીત કરવી જોઈએ. તમારે તમારા જીવનસાથીની ભાવનાની કદર કરવી પડશે. જો તમારા પિતાનું આરોગ્ય સારું ન હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું. વેપારમાં કરવામાં આવેલા સોદામાં સફળતા મળશે. તમારા શારીરિક આરોગ્યમાં સુધારો આવશે. કોઈ મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે.

વૃષિક રાશિ

આજે તમારે વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન પડવું. કીમતી વસ્તુઓને સાચવીને રાખવી, કીમતી વસ્તુઓ ચોરી અથવા તો ખોવાઈ જવાની સંભાવના છે. પ્રેમની બાબતમાં પણ તમે આજે ભાગ્યશાળી રહેશો. અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે સંભાળીને બોલવું. સંગીત જેવા રચનાત્મક કામમાં રસ વધશે. જોખમ ન ઉઠાવવું. તમારા વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમારે કોઇ મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ.

મકર રાશિ

વેપારધંધામાં પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય. તમારો મિજાજ રોમેન્ટિક રહેશે, પારિવારિક જીવનમાં એકબીજા વચ્ચે સહયોગ અને પ્રેમ બની રહેશે. બાળકો તરફથી ખુશી મળશે. પરિવારમાં કોઈ સમારોહના આયોજનમાં વ્યસ્ત રહેશો. બીજાના હિત માટે તમે હંમેશા કામ કરશો, પરંતુ તમને બીજા લોકો તરફથી નિરાશાજનક વ્યવહાર જોવા મળશે. કોઈ જગ્યાએથી તમને એવો લાભ મળી શકે છે જેને મેળવીને તમે ખુશ થઇ શકો છો.

કુંભ રાશિ

વધારે પડતાં ખર્ચ થવાને લીધે પૈસાની અછત રહી શકે છે. કામના ક્ષેત્રે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ તમે તમારું કામ કોઈપણ રીતે કરી લેશો. આંખના રોગોથી સાવધાન રહેવું, જે લોકોને હમણાં જ આંખનું ઓપરેશન થયું હોય એ લોકો એ વધારે સાવધાની રાખવાની જરૂર છે. જ્યારે તમે વડીલો સાથે વાત કરી રહ્યા હોય ત્યારે તે લોકોની વાત ધ્યાનથી સાંભળવી. જરૂર વગરની અડચણો અને મુશ્કેલીઓથી પરેશાન થઇ શકો છો. એને લીધે કેટલાક કામ પણ અધૂરા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *