મિથુન રાશિ
મિથુન રાશિના લોકો ઉપર ગણપતિ દાદાની કૃપા દૃષ્ટિ બની રહેશે. તમારો સમય ઉતમ લાભ દાયક રહેશે. તમારી કોઈ મહત્ત્વપૂર્ણ યોજના સફળ થઈ શકે છે. માતાપિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. બાળકોની તબિયત સુધારવાની સંભાવના છે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. મહેનતથી તમે બધાં ક્ષેત્રે સફળતા મેળવી શકશો. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો ઉપર ગણપતિ દાદાના આશીર્વાદ બની રહેશે. માતા પિતાના આરોગ્યમાં સુધારો આવશે. ધન સંપતિમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ભાઈની મદદથી તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે. અચાનક ધન લભળવના યોગ દેખાઈ રહ્યા છે. તમારા દુશ્મનોને હરાવી શકશો. ધર્મ કર્મની બાબતમાં તમારૂ વધારે મન લાગશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે. કેટલાક જરૂરિયાતવાળા માણસોની મદદ કરવાનો ચાન્સ મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં સફળ રહેશે. ગણપતી દાદાના આશીર્વાદથી ધંધામાં સફળતા મળશે. પારિવારિક જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. તમે તમારા બાળકોને માર્ગદર્શન આપી શકો છો. મનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પ્રેમ જીવનમાં તમને સકારાત્મક ફળ મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. રોકાણ સાથે જોડાયેલા કામમાં તમે પૈસા રોકી શકો છો જેનો તમને ભવિષ્યમાં ફાયદો મળશે.
વૃષિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકોના જીવનમાં નવી ઉર્જા ઉત્પન્ન થશે, જેનાથી તમે ખૂબ ખુશ દેખાશો. ગણપતિ દાદાની કૃપાથી આવકમાં મોટો વધારો થશે. તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. વેપારમાં પ્રગતિના અવસર મળશે. કામના ક્ષેત્રે મોટા અધિકારીઓ સાથે સાઠગાંઠ બની રહેશે. જેનાથી તમને ફાયદો મળશે. સરકારી નોકરી કરી રહ્યા લોકોને પદોન્નતિ મળશે. એ સાથે જ મનપસંદ જગ્યા પર બદલી થવાના યોગ દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માનસિક રીતે મજબૂત રહેશે. જમીન અને વાહન ખરીદવાના યોગ દેખાઈ રહ્યા છે. સરકારી કામમાં સારો ફાયદો મળશે. ગણપતિ દાદાના આશીર્વાદથી આર્થિક સ્થિતિ બળવાન રહેશે. સંસારના ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. મનમાં તાજગી અનુભવશો. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. પૂર્વજોની સંપત્તિથી લાભ મળશે.