વૃષભ રાશી
વૃષભ રાશિના જાતકો માટે આવનરો ખૂબ જ શુભ રહેશે. તમે તમારી યોગ્યતા પર વિશ્વાસ કરી શકશો. ઘણી બધી સમસ્યાઓનું સમાધાન તમે જાતે જ મેળવી શકશો. કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર નિર્ણય લઈ શકો છો. તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય આર્થિક દ્રષ્ટિએ મોટો લાભ અપાવશે. કામકાજ નો ભાર ઓછો થશે. તણાવમાં રાહત મળશે. નકારાત્મક વિચારોનો અંત આવશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને જમીનના ખરીદ-વેચાણ સંબંધિત કોઇ મહત્વપૂર્ણ સોદો સંપન્ન થઈ શકે છે, જેના કારણે ખૂબ જ સારો લાભ મળશે. ગ્રહ નક્ષત્રોની બદલાતી સ્થિતિ તમારી માટે સકારાત્મક પરિણામ લાવશે. કોઈ અનુભવી વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયક સાબિત થશે. ભવિષ્યની યોજનાઓ માટે વિચાર વિમર્શ કરી શકશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. કોઈ જૂની મિત્રતા પ્રેમ સંબંધોનું સ્વરૂપ લઇ શકે છે. તમારા સંપર્ક ક્ષેત્રમાં વધારો થશે, જે તમારા વ્યવસાય માટે અનુકૂળ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના જીવનમાં આવનારા સમયમાં કેટલાક વિશેષ પરિવર્તન થવાની સંભાવનાઓ રહેલી છે. આ પરિવર્તનો તમારા વ્યક્તિત્વ પર સકારાત્મક પ્રભાવ પાડશે. ગ્રહ-નક્ષત્રોની બદલતી સ્થિતિ તમારા સંતાનો માટે અનુકુળ સાબિત થશે. કોઈ નજીકના સંબંધી અથવા મિત્રોનો સહયોગ મળવાથી વ્યવસાયમાં પ્રગતિના નવા રસ્તાઓ મળશે. ભૂતકાળમાં કરેલું રોકાણ મોટો નાણાકીય લાભ લાવશે.
મકર રાશિ
ધન રાશિના જાતકો માટે ગ્રહ-નક્ષત્રોની બદલાતી સ્થિતિ વરદાન રૂપ સાબિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધીત પરેશાનીઓ દૂર થશે. પારિવારિક વ્યવસ્થામાં આવેલી અસ્ત વ્યસ્તતામાં ઘટાડો થશે. વ્યવસાય કરનાર લોકોના જન સંપર્ક વધશે. સંબંધો મધુર બનશે. ભાગ્ય કરતાં કર્મ પર વધારે વિશ્વાસ કરવો. ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે. ગ્રહોની શુભ સ્થિતિના કારણે પ્રગતિના નવા માર્ગ પ્રશસ્ત થશે. વિવાહ સંબંધિત કાર્યોમાં ગતિ આવશે. તમારો આત્મવિશ્વાસ એ તમારી સફળતાની ચાવી સાબિત થશે. વ્યવહારમાં સંયમ બનાવીને આગળ વધવું.
ધન રાશિ
ધન રાશિના જાતકોને વ્યક્તિગત જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. પબ્લિક ડીલીંગ, માર્કેટિંગ, મીડિયા વગેરે સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક સ્થિતિ રહેશે. નોકરીમાં કોઈ ઓફિશિયલ યાત્રા પર જવાનું થઈ શકે છે. તમે ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો. પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર થશે. ગ્રહ નક્ષત્રની બદલાતી સ્થિતિ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થશે. પરિવારનું વાતાવરણ ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલું રહેશે.
મીન રાશી
આરામ કરવા માટેનો ઉત્તમ સમય મળી રહેશે. આર્થિક લાભના યોગ બની રહ્યા છે. ગાયને રોટલી ખવડાવવાથી વિશેષ લાભ મળશે. રોકાણ માટે ખૂબ જ સારો સમય ગણી શકાય. વ્યાપારમાં આર્થિક બાબતો પર સુધારા કરવા માટે યોગ બની રહ્યા છે. કાર્યપ્રણાલીનું પરિવર્તન લાભદાયક સાબિત થશે. સખત મહેનત અને સાચી લગનથી અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. કોઈ વ્યક્તિવિશેષ તરફથી ખાસ લાભ મળી શકે છે.