મેષ રાશિ
આજે માતા પિતાના કોઈ નિર્ણયથી તમને ફાયદો રહેશે. કોઈ સારા સમાચારથી તમારું મન શાંતિ અનુભવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી યુવાનો માટે સફળતાના નવા દરવાજા ખુલી શકે છે. તમારા અટકેલા કામ આ સમયે બનતા દેખાઈ રહ્યા છે. જેનાથી તમારા મનમાં નવી ઊર્જા મળશે. સારો વ્યવહાર તમારા વ્યક્તિત્વને નિખારી શકે છે. કોઈ સંત પુરુષના દર્શન થઈ શકે છે. પરિવાર અને કારોબારમાં સંતુલન રાખી શકશો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા રહેશે. વેપારમાં વધારો થશે. પ્રેમ જીવન જીવતા લોકોને સારા પરિણામો મળશે. કોઈ નવી ડીલમાં પૈસા રોકવા જઈ રહ્યા હો તો કોઈ અનુભવી માણસની સલાહ લેવી. ભાઈ બહેનોનો સહયોગ મળશે. તમારા પ્રિય વ્યક્તિ નો મૂડ ધાર્મિક બની શકે છે. આવકમાં વધારો થશે. સન્માનમાં વધારો થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.
તુલા રાશિ
આજે તમને તમારા જીવનસાથીનો સહકાર મળશે. મેલ મિલાપથી લાભ થશે. સંપત્તિના મોટા સોદા તમારા માટે લાભદાયક રહેશે. તમારી સમજ અને અનુભવથી ભાગ્યમાં ઉન્નતિ થશે. વ્યવસાય માટેની યાત્રા તમારા માટે લાભદાયક રહેશે. પ્રિયજનો સાથે ફોન પર વાતચીત થવાથી આનંદ રહેશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે.
કુંભ રાશિ
આજે તમે તમારા નજીકના વ્યક્તિ સાથે આનંદ માણી શકશો. મિત્રો પાસેથી લાભ મળવાની સંભાવના વધશે. કોઈ સારા સમાચારથી તમારું મન ખુશ રહેશે. ધાર્મિક લાભ મળશે. રાજકીય સહયોગથી તમારા કામમાં સફળતા મળશે. વ્યવસાય માટેની યાત્રા તેમજ જમીનમાં રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે. ન્યાય પક્ષમાં મજબૂતી આવશે. નોકરીમાં આગળ વધવાના અવસર મળશે. દામ્પત્યજીવન મધુર બનશે.
મીન રાશિ
આજે ધાર્મિક કામથી તમારું માન સન્માન વધશે. વેપારમાં સારો વધારો થવાના યોગ બનશે. જે લોકો પ્રાઇવેટ નોકરી કરી રહ્યા હોય તેને તેના બોસ તરફથી પ્રશંસા મળશે. લગ્ન જીવનમાં પ્રેમ વધશે અને પ્રેમ જીવન પસાર કરતા લોકોની મુશ્કેલીઓ દુર થશે. તમારા કપડાં અને જીવન જીવવાની રીત સિવાય તમે તમારા વ્યવહાર પર પણ ધ્યાન આપી શકશો. પ્રયત્નો કરવાથી તમારા અટકેલા પૈસા પાછા મળી શકશે.
વૃષભ રાશી
આજે કોઈ મોટી યોજના અને વિચાર તમને એના તરફ આકર્ષિત કરશે, જેને કારણે તમને લાભ મળશે કારણ કે આજે પરાક્રમના બળ પર તમને લાભ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. લોકોને મળવું અને તેની સાથે વાતો કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી આજ તમારી કોઈ સમસ્યાનું સમાધાન મળવાની સંભાવના છે. સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે. તમારી ખુશીઓમાં વધારો થશે.