રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૨, આ રાશી માટે આવશે રૂપિયા પૈસાનું ઘોડાપુર, ચમકી જશે નસીબ

Posted by

મેષ રાશિ

આજે તમારે તમારી વર્તમાન સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંતોષકારક સમાધાન શોધવું પડશે. તમારા વિરોધીઓ ઉપર તમે ભારે પડશો. કોર્ટ કચેરીની બાબતમાં સફળતા મળશે. લગ્નજીવન પસાર કરતા લોકોને સારા પરિણામો મળશે. નોકરીમાં બદલી થવાના યોગ છે. વીતેલો સમય તમારે ભૂલી જવો પડશે તો જ તમે આગળ વધી શકશો. તમારે તમારું ધ્યાન ભટકવા ન દેવું. સાથે જ વેપારમાં વિરોધીઓથી બચીને રહેવું.

વૃષભ રાશિ

આજે તમે તમારા જૂના પ્રેમને ફરીથી યાદ કરી શકો છો. આજે તમને બધા કામમાં સફળતા મળશે. તમારા પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. વિદેશમાં રહેતા મિત્રો અને પરિવારજનોના સમાચાર તમને ભાવ વિભોર કરી દેશે. આકસ્મિક ભાવનાઓના પ્રવાહમાં વહીને તમારી જગ્યાએ સ્પષ્ટ વિચારધારાથી કામ કરવુ. તમને કોઈ લેવડ દેવડથી ફાયદો મળશે. કોઈ સબંધીની મદદથી કોઈ અટકેલા કામ પૂરા થશે.

મિથુન રાશિ

આજે તમારા વ્યવસાયમાં પ્રતિસ્પર્ધાના સામનો કરવો પડશે.  જે લોકો પ્રેમ સંબંધમાં છે એ લોકોને આજે તણાવનો સામનો કરવો પડશે. નોકરીની બાબતમાં તમારી મહેનત રંગ લાવશે. રાતનો કેટલોક સમય પરિવારના લોકો સાથે પસાર કરશો તો સારું રહેશે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખવી પડશે. કારોબારમાં ફાયદો થશે. પરંતુ તમારે તમારા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો પડશે.

કર્ક રાશિ

જો તમે ઘરમાં શાંતિ પૂર્ણ સંબંધ ઈચ્છતા હોય, પોતાના ગુસ્સાને શાંત રાખવો અને કાબુમાં રાખવો. દાંપત્યજીવનમાં તણાવ હોવા છતાં તમારા જીવનસાથી તમારો સાથ આપશે. પરિવારનું વાતાવરણ નબળું રહેશે. કામની બાબતમાં તમારે મજબૂતી વધશે, અને તમારી પ્રશંસા થશે. તમારી રુચિના વિષયમાં તમારું જ્ઞાન વધશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. તમારા અધિકારીઓને ખુશ કરવામાં સફળ રહેશો.

સિંહ રાશી

આજે નવી ઉર્જાનો સંચાર થશે. વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જ આર્થિક યોજનાઓ બનાવવી. કોઈ રમણીય સ્થળ ઉપર પ્રવાસનું આયોજન થશે. બપોર પછી તમારા આરોગ્યનું ધ્યાન રાખવું. પરિવારજનો માટે ખર્ચ કરવાના પ્રસંગો બની શકે છે. ઓછું બોલીને વાદ-વિવાદ અને મન મુટાવ દુર કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને જલ્દીથી મોટી સફળતા મળવાની છે.

કન્યા રાશિ

આજે તમને તમારા કામમાં ક્ષેત્રે ખૂબ જ મોટી જવાબદારી મળી શકે છે તેને પૂરી કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમે તમારા પરિવારનો સાથ આપશો. દાંપત્યજીવનમાં તણાવ જોવા મળશે. જીવનસાથીના લીધે ખર્ચાઓ કરવા પડશે. પ્રેમ જીવનની બાબતમાં દિવસ નબળો રહેશે. અનુભવી લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમને કોઈ સમસ્યાનું તરત જ સમાધાન મળી જશે. તમે તમારા સિનિયરનો સહયોગ મળશે.

તુલા રાશિ

વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે કોઈ અનુભવી ગુરુની મદદ મળશે. તમારા પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે તેમજ તેનો સહયોગ મળી શકે છે. તમને કોઈ શુભ સમાચાર મળશે. મિત્રો સગા સંબંધીઓ અને વડીલો તરફથી લાભ પ્રાપ્તિનો સંકેત મળશે. તમે તમારી મહેનતથી તમારી કારકિર્દીને ઊંચી લઈ જઈ શકો છો. તમારું બાળક અથવા તમારો નાનો ભાઈ તમને ભાવનાત્મક રૂપથી હરાવી શકે છે. તે થોડુક કઠોર હોઈ શકે છે. કામના ક્ષેત્રે આજે તમે સકારાત્મક દિવસ પસાર કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારો ઝુકાવ આધ્યાત્મ તરફ રહેશે. સુખ્પ્રદ ઘટનાઓ બનશે નોકરીમાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. તમે ઘરથી થોડા દૂર રહી શકો છો પરંતુ ત્યાં તમારું મન લાગશે અને આપણે બધા કામને સારી રીતે પુરા કરી શકશું. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે. કામના સ્થળે તમારૂ આરોગ્ય બગડી શકે છે. માટે કામ કામ કરતા સમયે વચ્ચે થોડી થોડી વારનો બ્રેક લેવો અને આરામ કરવો જરૂરી છે. તમારા મનમાં તણાવ રહેશે. જૂના મિત્રોને મળી શકશો. તમારા સાથી કર્મચારીઓનો સહયોગ મળશે.

ધન રાશિ

આજે અણગમતી યોજના માટેના યોગ બની રહ્યા છે. સમજી-વિચારીને જ યાત્રા તેમજ કાર્ય વ્યવહાર કરવા. સાધુ સંતોના આશીર્વાદ તમારા મનમાં ઉર્જાનો સંચાર કરશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવાની જરૂર છે. કારકિર્દી સાથે સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. નોકરી-ધંધામાં પૈસા લગાડવા તમારા માટે ફાયદાકારક રહેશે. કામની બાબતમાં તમારા પ્રયત્નો સફળ થશે. કેટલાક લોકોના સાથથી તમારા કામ આગળ વધી શકશે. વેપાર-ધંધા માટે દિવસ થોડો નબળો રહેશે.

મકર રાશિ

આજે તમારે તમારા જીવનસાથીને સમય આપવો અને તેની સાથે વાત કરવી તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવશે. માનસિક તણાવ વધશે. તમારું આરોગ્ય પણ નબળું રહેશે. દાંપત્યજીવનમાં તણાવની સ્થિતિ રહેશે. જે લોકો પ્રેમ જીવન પસાર કરી રહ્યા હોય એ લોકોએ સાવધાન રહેવું પડશે. શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને સારી પ્રગતિ મળી શકશે. જીવનમાં આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. તમારૂ આરોગ્ય નબળું હોવાથી તમે બીમાર પડી શકો છો.

કુંભ રાશિ

અચાનક લાભથી તમારું મન પ્રસન્ન થશે, ઓછા પ્રયત્નથી તમને સફળતા મળી શકે છે. જે લોકોથી તમે વંચિત રહી ગયા હોય એ લોકોને આજે તમે મેળવી શકશો. બાળકો તરફથી ખુશી મળશે. તમારી જાતને અંદરથી જાણવા માટે આ સમય ખૂબ જ સારો છે, અને તમારે આનો ઉપયોગ તમારી ખામીઓને દૂર કરવા માટે થવો જોઈએ. બીજા લોકો સાથે તમારે માન સન્માનથી વર્તવું જોઈએ, અને તમારા જીવન સાથીની ભાવનાઓની કદર કરવી જોઈએ. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે.

મીન રાશિ

આજે તમે કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. તમને કામમાં સફળતા મળશે. કોઈ વાતને લઈને તમારા મનમાં મૂંઝવણની સ્થિતિ રહેશે . વિચારોના પ્રવાહને લીધે તમે સમયસર કામ પૂરું કરી શકશો નહીં તો, તમારું મન અશાંત રહેશે. મુસાફરી દરમ્યાન સતર્ક રહેવું અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. ઘરમાં સુખ શાંતિ સ્થાપિત થશે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. નોકરીની બાબતમાં તમને સારા પરિણામ મળશે. તમે તમારા કામને સારી રીતે પૂરા કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *