મેષ રાશિ
મેષ રાશિના જાતકો પોતાના ખર્ચ પર કાબૂ કરી શકશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમારા સ્વભાવના કારણે તમારા સંપર્કમાં વધારો થશે. આ સંપર્કમાં વધારો મોટો લાભ અપાવશે. સફળતા માટેના પ્રયાસો સાર્થક સાબિત થશે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરીને પ્રેરણા મળી શકે છે. તમારા વ્યવહારમાં સૌમ્યતા આવશે, જે તમને ખુબ જ મદદરૂપ સાબિત થશે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે.
વૃષભ રાશી
આ રાશિના બિઝનેસ કરતા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કોઈ નજીકના મિત્ર દ્વારા અપેક્ષા ન હોય તેવી ખાસ મદદ મળી શકે છે. વડીલોના આશીર્વાદથી બગડતા કામ બનવા લાગશે. પરિવારના કોઈ સભ્યનેના સહયોગથી આવકના સ્ત્રોતમાં વધારો થશે. કુટુંબની આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિવાહ સંબંધિત વાર્તાલાપમાં સફળતા મળી શકે છે. ભૂતકાળમાં કરેલું રોકાણ ખૂબ જ મોટો ફાયદો લઈને આવશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો નવી વસ્તુઓની ખરીદી કરી શકે છે. આ બની રહેલા યોગ તમારી માટે શુભ સાબિત થશે. વ્યવસાય સાથે સંકળાયેલી યાત્રા સફળ થશે. ઉધાર આપેલા નાણાંની વસૂલાત કરી શકશો. વ્યવસાયિક લાભ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય આવી રહ્યો છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને કાર્યસ્થળ પર ચાલી રહેલા તણાવ દૂર થશે. બની રહેલા ગ્રહ ગોચરના યોગના કારણે કાર્યક્ષેત્ર પર મોટી સફળતા હાથ લાગશે. મનમાં રહેલા ડર દૂર થશે. વર્તમાન સમય તમારી માટે શ્રેષ્ઠ સાબિત થશે. રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે. અનૈતિક કાર્યોથી દૂર રહેવું. ક્રોધને કાબૂમાં રાખવો. આવકના સ્ત્રોત વધારવા માટે આવનારો સમય ખૂબ જ સારો છે. મહેનત કરતા રહેવાથી આશા પણ ના હોય એવા લાભ મળી શકે છે. ભાગ્યનો પૂરો સાથ મળશે.
વૃષીક રાશિ
ગ્રહ નક્ષત્રના કારણે વૃશ્ચિક રાશિના જાતકો નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકશે. સુસ્તી અને આળસ દૂર થશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં ગુણવત્તા વધશે. આવનારા સમયમાં યાત્રાઓ વિશેષ ફળદાયી સાબિત થશે. પરિવારમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે. આરામનો સમય મળી રહેશે. પેન્ડીંગ પડેલા કામ પૂરા કરી શકશો. ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકોની રચનાત્મક શક્તિઓમાં વધારો થશે. કળાના ક્ષેત્રમાં વિશેષ રુચિ રહેશે. માનસિક રૂપે હળવાશ રહેશે. વિચારોની સ્થિરતા રહેવાથી ખૂબ જ ખુશ રહેશો. નવી આર્થિક યોજનાઓ બનાવી શકો છો, જે પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં કામ લાગશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેવું.
મકર રાશિ
મકર રાશિના વ્યક્તિગત જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે. આ ઘટનાઓ તમારી માટે પ્રસન્નતાનું વાતાવરણ ઊભું કરશે. કાર્યક્ષેત્ર પર થોડો વર્કલોડ રહી શકે છે, પરંતુ તેનું ઉચિત્ત પરિણામ મળશે. તમારી નિર્ણય ક્ષમતાની કદર કરવામાં આવશે. લોકોનું તમારા તરફનું આકર્ષણ વધશે. પરિસ્થિતિઓ પર તમારી સારી પકડ રહેશે. કોઈ મહત્વના કામ માટે જતી વખતે દહીં અને ખાંડ ખાઈને જવાની સલાહ આપવામાં આવે છે.