મેષ રાશિ
મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. આજે ઘરમાં તમને કેટલીક જવાબદારીઓ મળશે, જેને તમે સારી રીતે પુરી કરી શકશો. કોઈ મિત્રો તમારી પાસેથી આર્થિક સહાયતા માગી શકે છે. શુભ સમાચાર મળશે. યાત્રામાં સાવધાની રાખવી. બાળકોનુ મન અભ્યાસમાં લાગશે. કામમાં જીવનસાથીનો સહયોગ મળશે. આજે તમારા કામના ક્ષેત્રે તમે તમારી તાકાત અને નબળાઇ ઓને જાણી શકશો. ભાગ્ય તમારી સાથે છે.
વૃષભ રાશિ
આજે તમારો ઝુકાવ આધ્યાત્મ તરફ રહેશે. દાંપત્ય જીવનમાં તમે નિરસતાનો શિકાર બની શકો છો કારણ કે જીવનસાથીને શારીરિક સમસ્યા રહી શકે છે. ધનપ્રાપ્તિના સારા અવસર મળશે. આંખનો દુખાવો રહી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકોને રોમાન્સનો અવસર મળશે. જૂના મિત્રોને મળીને ખુશ દેખાશો. પૈસા આવવાથી અને તમારા વ્યવસાયમાં વધારો થવાથી તમે ખુશ રહેશો.
મિથુન રાશિ
આજે તમે કોઈ જૂના મિત્ર સાથે ફોન પર વાત કરી શકશો. મેડિકલ સાથે જોડાયેલા લોકોને કંઈક નવું શીખવા મળશે. આજે તમારી વાણીને કાબુમાં રાખવી નહીં તો ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ થઈ શકે છે. વાણી અને ઉત્તેજના પર કાબૂ રાખોવો. પ્રતિષ્ઠા તેમજ પરાક્રમમાં વધારો થશે. પારિવારિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારુ બાળકો જેવુ નિર્દોષ વર્તન મહત્વનો ભાગ ભજવશે. આવકના સ્ત્રોત વધી શકે છે.
કર્ક રાશિ
સામાજિક બાબતે નવી નીતિ અપનાવવાથી ફાયદો દેખાશે. આજના કામ તમારા કાલનું ભવિષ્ય બનાવશે. ધનપ્રાપ્તિના યોગ છે. કામમાં યશ મળશે. ખરાબ સમાચાર મળી શકે છે. જૂના રોગો ઉભરી શકે છે. ભાઈઓ વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે. નોકરીમાં તમારા કામ સમયસર પૂરા થશે તમારે લક્ષ્ય નક્કી કરતા પહેલા તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખવી પડશે.
સિંહ રાશિ
રોકાણના સંદર્ભમાં વસ્તુઓ અનુકૂળ રહેશે. વધારે પડતા કામ હશે તો તમને બીજાની મદદ મળી શકે છે. જૂની કેટલીક બાબતોમાં તણાવ દૂર થશે. ઘર પરિવારની ચિંતા રહેશે. મનોરંજક યાત્રા સંભવ છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળી શકે છે. બૌદ્ધિક કામ સફળ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળવાની રાહ હોઈ શકે છે.
કન્યા રાશિ
આજે તમારું મન કરશે કે તમે તમારા કામ જલ્દી જલ્દી અને ખૂબ સારી રીતે કરો. તેનાથી તમારી છાપ વધારે સારી બનશે અને તમારા બોસ તમારાથી ખુશ રહેશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. અત્યારે તમારી નોકરી ચાલી રહી છે તેમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેનો સાથે મનમુટાવ થઇ શકે છે. તમારે થોડું સંભાળીને રહેવાની જરૂર છે અને તમારી પરેશાનીમાં વધારો થઇ શકે છે. પ્રેમ જીવનમાં તમારો દિવસ સામાન્ય રહેશે.
તુલા રાશિ
આજે તમને શૈક્ષણિક કામમાં સફળતા મળી શકે છે. મનમાં સકારાત્મક વિચારો આવશે, જેને લીધે કામમાં સફળતા મળશે. તમારા શત્રુઓ નિર્બળ બનશે. પરિવારના લોકો સાથે આનંદદાયક સમય પસાર થશે. તમને અચાનક કોઇ જગ્યાએથી ફાયદો મળી શકે છે. મિત્રો અને સ્વજનોના સહયોગથી સ્થિતિ નિયંત્રણમાં રહેશે. કામના ક્ષેત્રે ઉપરી અધિકારીઓનો દબાવ બની રહેશે. આજનો દિવસ મોજ-મસ્તી અને આનંદથી ભરેલો રહેશે કારણ કે તમે જિંદગી ખૂબ જ સારી રીતે જીવી શકશો.
વૃષીક રાશિ
વેપારમાં ફાયદો મળવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓને કારકિર્દી સાથે જોડાયેલી પરેશાની આવી રહી હોય, એ લોકોને તેના મોટાભાઇ અથવા બહેનોની મદદ મળશે. નોકરી અને વેપારમાં દિવસ શુભ રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં જવાનો ચાન્સ મળશે. બાળકો સાથે તમે સારો સમય પસાર કરી શકતો. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. તમારું મન ખુશ રહેશે. જીવનમાં સફળ બનાવા માટે તમે પુરતા પ્રયત્નો કરશો.
ધન રાશિ
આજે તમારા પરિવારના લોકો તમને પૂરો સાથ આપશે. ભાગ્યનો સાથ મળશે. કામમાં સફળતા મળશે. કામની બાબતે કરવામાં આવેલા પ્રયત્નો સાર્થક બનશે. વેપારમાં વધારો થશે. તમારી વાણી અને ગુસ્સાને કાબૂમાં રાખવા. વેપાર-ધંધામાં મોટું જોખમ ઉઠાવવું નહીં. કોઈ જગ્યાએ અટકેલા પૈસા પાછા મળી શકે છે. સમાજમાં તમે તમારી એક અલગ ઓળખ બનાવવા માટે સફળ રહેશો.
મકર રાશિ
આજે તમારું માર્ગદર્શન તેમજ સહયોગી વ્યક્તિત્વ તમારા પ્રિયજનો માટે ખૂબ જ સારું સાબિત થશે. તમારી વસ્તુઓ ખોવાઈ જવાનો ભય રહેશે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતા થોડો વધારે સમય પસાર કરશો તો, થોડી બોલાચાલી થવાની શક્યતા રહી શકે છે, પરંતુ તમારે તેનાથી બચવાના પ્રયત્નો કરવા પડશે. ઓફિસમાં આજે સખત મહેનત કરવી પડશે. સાવધાન રહેવું કારણ કે ઇજા થવાની આશંકા બની રહે છે.
કુંભ રાશિ
આજે મોટો ધનલાભ થઈ શકે છે. જેનાથી તમારું મન ખુશ રહેશે. તમે તમારી ભાવનાઓ પર કાબુ રાખશો તો વધારે ફાયદો મળશે. આજે તમારી સખત મહેનતથી કામના ક્ષેત્રે તમારી પ્રશંસા થશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને એક ફાયદાકારક દિવસ તરફ લઇ જશે. તમારા વર્ચસ્વમાં વધારો થશે. ઓફિસના લોકો સાથે વધારે પડતી વાતચીત થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. આવક વધશે.
મીન રાશિ
સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે સફળતા મળશે. પૈસાની બાબતે થોડો વધારે વિચાર કરવાથી ફાયદો રહેશે. અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે. તમારી પાસે આજે તમારી ક્ષમતાઓ બતાવવાનો ચાન્સ રહેશે. એવા બદલાવ લાવવા જે તમારા રંગ રૂપમાં નિખાર લાવી શકે છે. પૈસાની બાબતમાં ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર છે. તમારો વેપાર ખૂબ જ પ્રગતિ કરી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા બની રહેશે.