આ રાશીના ૨૪ નવેમ્બર પહેલા સપના થશે પુરા, ઇચ્છિત મનોકામના પડશે પાર

Posted by

મકર રાશિ

પરિવારમાં કલેશ અને માનસિક શાંતિ તો રહેશે જ, તેમજ ક્યાંકને ક્યાંક તમારા આરોગ્ય ઉપર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. મિત્રો તેમજ સગાસંબંધીઓ તરફથી પણ અપ્રિય સમાચાર મળી શકે છે. અગ્નિ, ઝેર અને દવાઓના રિએક્શનથી બચીને રહેવું. ગુપ્ત શત્રુઓ તથા વાદ-વિવાદથી બચવું. કોર્ટ-કચેરીની બાબતોમાં કોટની બહાર જ ઉકેલ લાવવો સારો રહેશે. વેપારી લોકો માટે સમય વધારે સારો રહેશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની શકે છે તેમજ કોઈને આપેલું ધન પાછું મળવાની આશા પણ રહે છે.

ધન રાશિ

તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો તથા તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતા હોય તો તેના માટે અનુકુળ સમય છે. પરિવારના વડિલ સભ્યો તેમજ તમારા ભાઈઓ સાથે મતભેદ થવા દેવો નહીં.

મીન રાશી

ધર્મ તેમજ આધ્યાત્મ તરફ તમારો રસ વધશે. વેપારી લોકો માટે સમય વધારે અનુકૂળ રહેશે. કોઈપણ પ્રકારના નવા વ્યાપારને લગતા કામ શરૂ કરવા અથવા તો કોઈ કરાર પર હસ્તાક્ષર કરવા ઈચ્છા હોય તો આ સમય તેના માટે અનુકૂળ છે, એટલા માટે આ સમયને જવા દેવો નહીં તેનો ફાયદો લેવો.

કુંભ રાશિ

ઉર્જા શક્તિમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. તમારી જીદ અને આવશોને કાબુમાં રાખવા. કોઈપણ કામ પૂરાં ન થઈ જાય ત્યાં સુધી એ કામ વિશે કોઇને જાણ ન થવા દેવી. લગ્ન સંબંધી બાબતોમાં સફળતા મળશે. પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય તો તેના માટે સમય અનુકૂળ છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કચેરીઓમાં અટકી પડેલા કામ પૂરા થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ અનુકૂળ રહેશે, એટલા માટે થોડી વધારે મહેનત કરશો તો સફળતા જલ્દીથી મળી શકશે.

સિંહ રાશી

વધારે પડતી ભાગદોડ અને ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની બાબતમાં ખાસ કરીને જમણી આંખ સાથે જોડાયેલી બીમારીઓથી બચીને રહેવું. કોર્ટ-કચેરીની બાબતોમાં કોટની બહાર જ ઉકેલ લાવવો સારો રહેશે. વિદેશયાત્રા અને વિદેશી નાગરિકત્વ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરવા માંગતા હોય તો આ સમય અનુકૂળ રહેશે. સરકારી સત્તાનો પૂરેપૂરો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો વધારે મજબૂત બનાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *