મેષ રાશિ
મેષ રાશિના લોકો ઉપર ભગવાન વિષ્ણુની મહત્વની કૃપાદ્રષ્ટિ બની રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નવા વેપાર ધંધામાં પૈસા રોકવાથી લાભ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સમાજમાં માન-સન્માન મળશે. જો કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહી હોય તો તેમાં તમારી જીત થશે. પ્રેમ જીવન સારું રહેશે. પરિવારના લોકો સાથે તમે હશી ખુશીથી સમય પસાર કરી શકશો. કેટલાક લાભદાયક ચાન્સ મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને ભગવાન વિષ્ણુની કૃપાથી તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ મળવા લાગશે. જે લોકો સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય એ લોકોને પદોન્નતિ થવાની શક્યતા રહેલી છે. પ્રભાવશાળી લોકો સાથે તમારા સંપર્કો વધશે. ધન પ્રાપ્તિ માટેના સારા યોગ દેખાઈ રહ્યા છે. માતા-પિતાનો સહયોગ અને આશીર્વાદ મળશે. જીવનસાથી તમને કોઈ ખુશખબર આપી શકે છે. ઘરના વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારું આરોગ્ય સુધરશે. પ્રેમ જીવન ખૂબ જ સારું રહેવાનું છે. તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે. જરૂરિયાતવાળા માણસની મદદ કરવાનો ચાન્સ મળશે.
મીન રાશિ
મીન રાશિના લોકો ઉપર ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ બની રહેશે. તમારો સમય ખૂબ સારો રહેવાનો છે. વેપારમાં અચાનક ધન લાભના અવસર મળશે. કામના સ્થળે માન સન્માન વધશે. તમારી કારકિર્દીને એક નવી દિશા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રગતિના અવસર મળશે. કપડાના વેપારી સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની સંભાવના છે. પ્રેમીઓ એકબીજાને ભેટ આપી શકે છે, એનાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે. પારિવારિક સુખ શાંતિ બની રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ ઘણા બધા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડશે. જો તમે શેર બજાર સાથે જોડાયેલાં હશો તો તમારે સંભાળીને રહેવું પડશે, કારણકે તમને નુકસાન થઈ શકે છે. કોઈ મહિલા મિત્રની મદદથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સમજી-વિચારીને કોઈ મોટું રોકાણ કરવું. માતા-પિતાના આરોગ્યને લઇને તમને ચિંતા રહી શકે છે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે. અચાનક કોઈ જૂના મિત્ર સાથે ફોન પર વાતચીત થઈ શકે છે જેને લીધે તમારું મન ખુશ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને એ સલાહ આપવામાં આવે છે કે હમણાં થોડા દિવસો તમારે કોઈ નવું કામ શરૂ ન કરવું. પૈસા કોઈને ઉધાર આપવાથી દૂર રહેવું. વેપાર-ધંધામાં નફામાં અછત આવી શકે છે. તમારા ભાગીદારોની ગતિવિધિઓ ઉપર થોડું ધ્યાન રાખવું. વેપારના કામ માટે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. રચનાત્મક કામમાં તમારો રસ વધશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે. જીવનસાથી પાસેથી કોઈ સારી ભેટ મળવાના યોગ છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોએ મિશ્ર પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે. કોઈ મહત્ત્વના કામ માટે તમારે મોટાભાઇની મદદ લેવી પડશે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધારે મહેનત કરવી પડશે. લગ્ન જીવનમાં મધુરતા રહેશે. વેપાર ધંધાને લગતી કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થશે. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું. વાતાવરણ બદલવાને લીધે તમારું આરોગ્ય બગડી શકે છે. તમે તમારા બાળકોની કોઈ ઈચ્છા પૂરી કરી શકો છો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોએ ખૂબ જ સમજી-વિચારીને ચાલવું પડશે. કોઈપણ કામમાં તમારે ઉતાવળ કરવી નહીં. તમારા પૂર્વજોની સંપત્તિને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. તમારે તમારા ગુસ્સા અને વાણીને કાબુમાં રાખવા પડશે. તમારા કામના સ્થળે મોટા અધિકારીઓ સાથે બોલાચાલી થઈ શકે છે, જેને કારણે તમને નુકસાન થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવા માંગતા હોય તો પહેલા સારી રીતે સમજી વિચારી લેવું. તમારી ઘરેલું જરૂરિયાતો પાછળ થોડા ખર્ચા થઈ શકે છે. કોર્ટ-કચેરીની બાબતોથી દૂર રહેવું.
તુલા રાશિ
તુલા રાશિના લોકોનો સમય ઠીક ઠાક દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધારે મહેનત કરવી પડશે, પરંતુ તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. તમે કોઈ નવું વાહન ખરીદવાનો વિચાર કરી શકો છો. કાર્યાલયમાં તમારી સાથે કામ કરતા કર્મચારીઓનો સાથ મળશે. ધર્મના કામમાં તમારો રસ વધશે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને મધ્યમ ફળ મળશે. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને ગેર સમજણ થઇ શકે છે.
વૃષિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકો માટે સમય સામાન્ય રહેશે. આયાત અને નિકાસ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની સંભાવના છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારા કામના ક્ષેત્રે કોઈ પણ કામ ઉતાવળથી ન કરવા નહીંતર તમારા ઉપરી અધિકારી તમારાથી ગુસ્સે થઈ શકે છે.લગ્ન જીવનમાં ખુશહાલી રહેશે. જૂના મિત્રોને મળી શકશો, અને તેની સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકશો. વિદ્યાર્થીઓને અઘરા વિષયોમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.
ધન રાશિ
ધન રાશિના લોકોએ નવી જવાબદારીઓ માટે તૈયાર રહેવું પડશે. તમારા મનમાં નિરાશાનો ભાવ રહેશે. તમારા કારોબારને આગળ વધારવા માટેના નવા નવા વિચારો તમારા મનમાં આવી શકે છે. તમારી આવક સામાન્ય રહેશે માટે બિનજરૂરી ખર્ચા કરવા નહીં. વેપાર-ધંધાની બાબતે ઘરના વડીલોની સલાહ લેવી. ભૌતિક સંસાધનોમાં વધારો થશે. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારૂ આરોગ્ય ખરાબ રહેશે. બહારનું ખાવા-પીવાનું ટાળવું.
મકર રાશિ
મકર રાશિવાળા લોકોનો સમય થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. કારકિર્દીને દિશામાં તમે ભટકી શકો છો. તમારે તમારા બધા કામ યોજનાઓ બનાવીને જ પૂરા કરવા, તેનાથી તમને વધુ સારું પરિણામ મળવાની સંભાવના છે. ખાવાપીવામાં સુધારો કરવાની જરૂર છે. કોઈ કામ માટે તમારે વધારે મહેનત કરવી પડશે પરંતુ મહેનતના બળથી તમે તમારું કામ પૂરું કરી શકશો. વેપાર-ધંધામાં પૈસાનું રોકાણ કરવાથી ફાયદો મળશે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતાં વધારે વિશ્વાસ કરવો નહીં નહીંતર એ તમને દગો આપી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોનો સમય ઘણા બધો સારો દેખાઈ રહ્યો છે. નોકરીના ક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે. અધિકારીઓ પાસેથી તમે સહયોગ માંગી શકો છો. નવા નવા લોકો સાથે જોડાવવાના અવસર મળશે. મિત્રો સાથે મળીને તમે કોઈ ખાસ કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. અટકેલા કામ પર ધ્યાન આપવાની જરૂર છે. આવક સારી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. તમારું મન અભ્યાસમાં નહીં લાગે. જીવનસાથી સાથે તમે સારો સમય પસાર કરી શકશો.