૭ ડીસેમ્બર ૨૦૨૨ પર બનશે સંધ્યા યોગ, આ રાશીને સાંજ સુધીમાં મળશે મોટો ધનલાભ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા વેપાર ધંધામાં નવા સુધારા લઈને આવશે, અને તમને નવા અવસરોની પ્રાપ્તિ થશે. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતમાં આજે તમને પૂરો લાભ મળવાની સંભાવના છે. જીવનસાથીના સહયોગથી આજે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. તમારા પિતાના આશીર્વાદથી તમારા પારિવારિક ધંધામાં તમને લાભ મળવાની સંભાવના છે. આજે સાંજના સમયે તમારી માતાના આરોગ્યનું ધ્યાન રાખવું, તેમજ શારીરિક મુશ્કેલી થવાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ મોડીરાત સુધીમાં બધું બરાબર થઈ જશે. આજે શિક્ષા સાથે જોડાયેલા સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે.

વૃષભ રાશિ

વેપાર કરતા લોકોએ આજે ધનની અછતનો સામનો કરવો પડે છે, લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી નહીંતર નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે એકાગ્ર બનવું પડશે. મિત્રો સાથે લાંબા રૂટની યાત્રાના યોગ બનશે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ માંથી તમને છુટકારો મળશે. રાજકીય ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે તમારે તમારા ખર્ચાને કાબૂમાં રાખવા નહીતર તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તમે કામમાં વધારે પડતા વ્યસ્ત રહેશો અને તમારા ભવિષ્ય માટે ચિંતિત રહેશો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારે તમારી વાણી અને વ્યવહાર બંનેને કાબૂમાં રાખવા પડશે. તેમજ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી કોઈ વાતનું કોઈ માણસને ખરાબ ન લાગે, જો આવુ થશે તો તમારે નુકસાન ઉઠાવવું પડશે. વ્યવસાય શરૂ કરવા માટે આજે નવા રસ્તાઓ ખુલશે. આજના દિવસે રોકાણ કરવું પણ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા પૈસા અટકેલા હસે તો તે આજે તમને પાછા મળી શકશે, તેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારમાં વિવેક અને બુદ્ધિથી લેવામાં આવેલા નિર્ણયો ફાયદાકારક રહેશે. તમારા સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે. આજે સાંજના સમયે તમે કોઈ નામકરણ, લગ્ન અથવા તો કોઇ માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો છો.

કર્ક રાશિ

આજે તમારે તમારી ઓફિસમાં તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર રહેવું પડશે. વધારે મહેનત કરવાથી જ તમને તમારા કામમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા અધિકારો માં વધારો થશે. તમારા મિત્રો પાસેથી નિરાશા મળી શકે છે. ભૌતિક સુખ સાધનો ઉપર ખર્ચા થશે. તમારા દુશ્મનો તેમના ષડયંત્રમાં સફળ નહીં થાય. તમારો સ્વભાવ ખુશમિજાજ હોવાને કારણે બીજા લોકો તમારી સાથે સંબંધ બનાવવાના પ્રયત્નો કરશે, જેનાથી તમારા પ્રિયજનની સંખ્યામાં વધારો થશે. આજે સાંજના સમયે તમારા પરિવારના કોઈ સભ્યનું આરોગ્ય બગડી શકે છે માટે સાવધાની રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં તમારે વધારે ધ્યાન આપવું પડશે. સંબંધોમાં ચાલી રહેલી કડવાહટ દૂર થશે અને તમને આજે માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. વેપાર-ધંધામાં આત્મવિશ્વાસના બળથી કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. તમારા અટકી પડેલા કામ થોડા પૈસા ખર્ચ કરવાથી આગળ વધી શકે છે. તમારા કામના ક્ષેત્રે નવી યોજનાઓ પર કામ શરૂ થશે. તમારા દુશ્મનો તમારા પરાક્રમ ને જોઈને ઉત્સાહ થશે. તમારી અંદર પરોપકાર અને દાન પુણ્ય માટેની ભાવના વધશે, તમારો વધારે પડતો સમય ધાર્મિક હોમ હવનમાં પસાર થશે. વિદ્યાર્થીઓને આજે તેના ભવિષ્યની ચિંતા રહેશે.

કન્યા રાશિ

જો તમે ઘણા સમયથી કોઈ ચિંતાથી પીડાઇ રહ્યા હોય તો તેમાંથી છુટકારો મળશે. સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમારા પરિવારમાં ખુશીની લહેર ઉઠશે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રે નવા અવસર મળશે. તમારા પારિવારિક વેપાર-ધંધાને આગળ વધારવા માટે તમારા ભાઈનો સહયોગ મળશે. જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મજબૂતી આવશે. ભાગીદારીમાં કરવામાં આવેલા કામમાં અડચણો આવશે, માટે આજના દિવસે ભાગીદારી વાળા કામ ન કરવા.

તુલા રાશિ

રાજનીતિ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની સંભાવના રહેલી છે, અને સમાજમાં તમારા કામની પ્રશંસા થશે. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો તે પૂરી થઈ જશે, જેનાથી તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષા તરફ રસ વધશે, શૈક્ષણિક દિશામાં પરિવર્તન જોવા મળશે. જીવનસાથી સાથે મળીને તમે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરી શકો છો. સાંજના સમયે વાહનોથી દૂર રહેવું. નહીંતર તમને ઈજા થઈ શકે છે. પરિવારમાં આજે કોઈ પાર્ટીનું આયોજન થઇ શકે છે.

વૃષિક રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેશે. તમારા પ્રેમ જીવનમાં એક નવી શરૂઆત થશે, તમારા સંબંધો મજબૂત બનશે. જીવનસાથી સાથે વાતચીત કરવાથી બંને વચ્ચે રહેલી ગેરસમજણ દુર થશે અને પ્રેમ વધશે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરવા ઈચ્છતા હોય તો તમારે સાવધાની રાખવી પડશે, નહીંતર વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. નોકરીમાં બદલી થવાના ચાન્સ રહેશે. આજે તમારા સંતાનો દ્વારા કરવામાં આવેલા સારા કામથી તમારું માન-સન્માન ખૂબ જ વધશે. આજે સાંજના સમયે અચાનક કોઇ મહેમાન આવવાથી તમારા ખર્ચામાં વધારો થઇ શકે છે. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરી શકશો.

ધન રાશિ

રોજગારના ક્ષેત્રે જે અડચણો રહેલી હતી તે આજે દૂર થઇ શકશે, તમે ટૂંકાગાળાની યાત્રા કરી શકો છો જે તમારા માટે લાભદાયક રહેશે. વેપારમાં તમારી સખત મહેનતને લીધે તમારી ઈચ્છા પૂરી થતી દેખાશે. તમારા માતા-પિતાના આશીર્વાદ મળશે. પરિવારમાં કોઈ નવા સભ્યના આગમનથી ખુશીઓમાં વધારો થશે. જીવનસાથીને કામના ક્ષેત્રે પ્રગતિ મળવાથી તમારું મન ખુશ રહેશે. આજે સાંજ નો સમય ધાર્મિક હોમ હવનમાં પસાર થશે. સામાજિક કામમાં વધારે ભાગ લેવાથી શાસન દ્વારા તમને સન્માનિત કરવાની પ્રબળ સંભાવના રહેલી છે. આજે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

મકર રાશિ

આજે તમારા કામના ક્ષેત્રે તમારા સાથી કર્મચારી તમારા માટે કોઈ ષડ્યંત્ર રચી શકે છે, માટે તમારે સાવધાન રહેવું પડશે અને કોઈને પણ માંગ્યા વગર સલાહ ન આપવી, કારણ કે તેની ઉલટી અસર તમારા પર પડી શકે છે. આજે સાંજનો સમય તમે પુણ્યના કામમાં પસાર કરી શકશો જેનાથી તમારું મન ખુશ રહેશે. વિદ્યાર્થીઓએ ખૂબ જ વધારે મહેનત કરવી પડશે નહીંતર તેમને અસફળતા મળી શકે છે, માટે એકાગ્રતાથી બધા કામ કરવા. આજે તમને તમારા પૂર્વજોનું ધન મળવાની પૂરી સંભાવના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ તમારે તમારા ખર્ચાને કાબૂમાં રાખીને આગળ વધવું પડશે. તમારા જીવનસાથી માટે આજે તમે કોઇ ભેટ ખરીદી શકો છો.

કુંભ રાશિ

આજે તમે પરિવારના નાના બાળકો સાથે સારો સમય પસાર કરશો. અને ભવિષ્યની બચત માટેની યોજનાઓમાં રોકાણ કરી શકશો. વેપારી લોકો માટે આ સમય નવી યોજનાઓ પૂરી કરવા માટે ખૂબ જ શુભ છે. તમારા મિત્રો અને પરિવારજનોના સહયોગથી તમારા અટકેલા કામ પૂરાં થશે. તમને કોઈ નવા સારા મિત્રો મળી શકે છે. તમને કોઈ શ્રેષ્ઠ કામથી ધનની પ્રાપ્તિ થશે જેનાથી તમારા ધન કોષમાં વધારો થશે. આજનો દિવસ કામની વ્યસ્તતામાં પસાર થશે, પરંતુ વ્યસ્તતા વચ્ચે પણ તમે તમારા જીવન માટે થોડો સમય કાઢી શકશો, જેનાથી તમારા જીવનસાથી તમારા પ્રત્યે વધારે માન સન્માન રાખવા લાગશે.

મીન રાશિ

જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા ઈચ્છતા હોય તો તેમાં તમારા જીવનસાથીનો પુરો સહયોગ મળી રહેશે. મિલકત સાથે જોડાયેલા કોઈ વિવાદ ચાલી રહ્યા હોય તો તે આજે પૂરા થઈ શકશે. આજે તમે તમારી પારિવારિક સમસ્યાઓ પૂરી કરી શકો છો. ધન લાભના પ્રબળ યોગ બનતા દેખાઈ રહ્યા છે. તમારા પારિવારિક ધંધામાં તમારા પિતાજીનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને તેના શિક્ષકોના સહયોગથી તેની સ્મરણ શક્તિમાં વધારો થશે. તમારા મોસાળ પક્ષથી માન-સન્માન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *