૪ ડિસેમ્બરે બની રહ્યા છે પરિઘ યોગ, આ રાશિ માટે સમય રહી શકે કપરો

Posted by

મેષ રાશી

મેષ રાશિવાળા લોકો માટે મિશ્ર ફળ વાળો સમય રહેશે. વેપાર ધંધા માટે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. યાત્રા સમયે તમારે થોડું સંભાળીને રહેવાની જરૂર છે. ગાડી ચલાવતાં સમયે બેદરકારી ન રાખવી. પારિવારિક જીવન સારું રહેશે. પ્રેમ જીવન પસાર કરતા લોકોનો સમય થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તમારા પ્રિય વ્યક્તિ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. અચાનક દૂર સંચારના માધ્યમથી કોઈ દુઃખદ સમાચર મળી શકે છે. જેનાથી તમારું મન દુઃખી રહેશે.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થશે. ઘરેલું સુખ સાધનો પાછળ વધારે ખર્ચ થશે. જો તમે કોઈ મોટું રોકાણ કરવા માગતા હોય તો ઘરના અનુભવી લોકોની સલાહ લેવી જોઈએ. કામકાજમાં વધારે ધ્યાન આપવું પડશે. બિન જરૂરી બાબતો ઉપર ધ્યાન ન આપો. કોર્ટ-કચેરીની બાબતોથી દૂર રહેવું. મિત્રો સાથે થોડો અણબનાવ બનાવ રહી શકે છે, જેનાથી તમારું મન દુઃખી રહેશે. તમારે તમારા બધા કામ યોજના બનાવીને પૂરા કરશો તો જ તમને સારું પરિણામ મળશે.

મિથુન રાશી

મિથુન રાશિવાળા લોકોના કામકાજમાં અડચણ આવી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. ભાઈ-બહેનો સાથે વધારે પડતો સમય પસાર કરી શકશો, જેનાથી તમારું મન ખુશ રહેશે. પ્રાઇવેટ નોકરી કરતા હોય એ લોકોએ તેના ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ બનાવીને રાખવો. જે લોકો ઘણા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હોય એ લોકોને કોઈ સારી કંપનીમાં નોકરી મળી શકે છે. તમારે તમારા બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લોકોએ તેના કામકાજમાં વધારે મહેનત કરવી પડશે, પરંતુ તમને તમારી મહેનત પ્રમાણે ફળ નહીં મળે. વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે શિક્ષકોની મદદ લેવી પડશે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદને વધારવો નહીં. બિનજરૂરી ખર્ચાઓ વધારે રહેશે માટે તમારે તમારી આવક પ્રમાણે બજેટ બનાવીને પૈસા ખર્ચ કરવા. વેપારની બાબતો માટે યાત્રા પર જઈ શકો છો. તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે.

તુલા રાશી

તુલા રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. તમારા પિતાની મદદથી કોઈ અટકેલા કામ પૂરાં થઈ શકે છે. તમારી માતાના આરોગ્યને લઇને તમે થોડા ચિંતિત રહેશો. વેપારની બાબતે તમે કોઈ નવી યોજના બનાવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે માટે બિનજરૂરી ખર્ચ કરવા નહીં. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારૂ પ્રેમ જીવન સારું રહેશે. તમારી કિંમતી વસ્તુઓને સાચવીને રાખવી જોઈએ.

ધન રાશી

ધન રાશિવાળા લોકોનો સમય ઉતાર ચઢાવ વાળો રહેશે. જો તમે કોઈ નવું રોકાણ કરવા માગતા હોય તો ઉતાવળ ન કરવી નહીંતર નુકસાન થઈ શકે છે. કોઈ જરૂરી કામમાં મિત્રોને મદદ લેવી પડશે. નોકરીના ક્ષેત્રે તમારે ઘણી બધી ચૂનોતીઓનો સામનો કરવો પડશે. પૈસાની લેવડદેવડ કરવાથી બચવું નહિતર પૈસાનું નુકસાન થઈ શકે છે. સામાજિક કામમાં વધારે આગળ પડતા ભાગ લેશો. ધર્મના કામમાં તમારું વધારે મન લાગશે. કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ કરવાનો ચાન્સ મળી શકે છે.

મકર રાશી

મકર રાશિવાળા લોકોનો સમય થોડો ચિંતાજનક રહેશે. ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવી. જરૂર વગરની ચિંતા ન કરવી. વેપારમાં મિશ્ર ફાયદો રહેશે. તમે તમારા વેપારમાં પરિવર્તન કરવાની કોશિશ કરી શકો છો. જેમાં તમને ભાગીદારોનો પુરો સહયોગ મળી શકશે. તમારી પત્નીના આરોગ્યને લઇને તમે થોડા ચિંતિત રહી શકો છો. વિદ્યાર્થીઓને અઘરા વિષયો ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

મીન રાશી

મીન રાશિવાળા લોકોનો સમય ઠીક રહેશે. જીવનસાથીના સારા વ્યવહારને લીધે તમારું મન પ્રસન્ન રહેશે. તમારા બાળકોની તબિયત અચાનક ખરાબ થઈ શકે છે, જેને લઈને તમારે વધારે પડતી ભાગદોડ કરવી પડશે. તમારે તમારા આત્મવિશ્વાસમાં અભાવ આવવા દેવો નહીં. આર્થિક સ્થિતિ સારી રહેશે. ઘરેલું જરૂરિયાતો પૂરી થઈ શકે છે. અચાનક કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે જેનાથી તમારું મન ખુશ થઈ જશે. વેપાર સાથે જોડાયેલી મહત્વની યોજનાઓ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *