૧૯ ડીસેમ્બર ૨૦૨૨ પર બનશે સુકર્મ યોગ, આ રાશિ માટે ગ્રહોની બદલાશે ગતિ

Posted by

મેષ રાશિ

આજે તમારા કોઈ નજીકના વ્યક્તિ સાથે જોડાયેલા શુભ સમાચાર સાંભળીને તમે ખુશ થશો. રચનાત્મક કાર્ય સફળ રહેશે. રોકાણની બાબતમાં બીજા પર ભરોસો ન કરવો. ભાવનાત્મક સંબંધોમાં નજીકતા વધશે. નવા કામને પૂરું કરવા માટે તમારે રણનીતિ બનાવવી પડશે. જૂના મિત્ર અને સંબંધીઓને મળવાનું થશે. પોતાની જાતને કામના બોજ નીચે દબાયેલી અનુભવશો. કામના સ્થળે કર્મચારીઓની અનિયમિતતાને લીધે પરેશાન રહેશો.

વૃષભ રાશી

આજે તમારે તમારો વ્યવહાર સકારાત્મક બનાવી રાખવો. કામના ક્ષેત્રે લાભ મળશે. ભાગદોડ વધારે રહેશે. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે તેમજ તમે તમારા પરિવારના લોકો સાથે તીર્થ યાત્રા પર જઈ શકશો. તમે દાન ધર્મના કામમાં ભાગ લેશો. ખરાબ સમાચાર મળી શકે છે. કામમાં મન નહીં લાગે. વ્યવસાયિક કામમાં સફળતા મળશે. વધારે પડતું કામ રહેવાથી તણાવ રહેશે.

મિથુન રાશિ

સારા સમાચાર મળવાથી તમારી ખુશીમાં વધારો થશે. યાત્રા મનોરંજક રહેશે. વસ્તુઓ સંભાળીને રાખવી. આળસ ન કરવી. આ સમયે તમારે તમારા મગજને શાંત રાખીને પ્રાથમિકતા નક્કી કરવાની જરૂર છે. કોઈ પદ તથા સન્માનનો સારો લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. શિલ્પ તેમજ લેખનમાં રસ વધશે. પૌરાણિક વિષયો તરફ તમારો ઝુકાવ રહેશે. જરૂરિયાતવાળા માણસોની મદદ કરવાથી તમારા અટકેલા કામ આગળ વધશે.

કર્ક રાશિ

વેપારના ક્ષેત્ર તમે દિવસમાં બે ગણી અને રાત્રે ચાર ગણિ પ્રગતિ કરતા દેખાશો. વેપારમાં નવા રોકાણ કરવા નહીં. આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે પરંતુ કેટલાક બિનજરૂરી ખર્ચ આવી શકે છે. વૈવાહિક જીવનમાં સુધારો આવશે. ખાસ રીતે નોકરીના ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા મળશે. માનસિક રૂપે તમે ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. ખર્ચમાં વધારો થશે પરંતુ આવક પણ વધશે. શારીરિક રૂપે તમે ચુસ્ત તંદુરસ્ત બની રહેશો.

સિંહ રાશી

આજે તમે નવા સમારોહમાં જશો ત્યાં નવી મિત્રતા થશે. ભાગ્ય ઉન્નતિના પ્રયત્નોમાં સફળતા મળશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સહયોગ મળશે. યાત્રા મનોરંજક રહેશે. સંપત્તિને લઈને પારિવારિક ઝગડા થઈ શકે છે. આરોગ્ય સારું રહેવાથી તમારી શક્તિમાં વધારો થશે. જીવનસાથીને લાભ મળશે. વેપારમાં પણ લાભ મળવાના યોગ દેખાઈ રહ્યા છે.

કન્યા રાશિ

સંપત્તિના કામ લાભ અપાવશે. દુશ્મનો શાંત રહેશે. પ્રગતિના રસ્તાઓ મળશે. જે યોજનાઓ લાંબા સમયથી અટકી ગઈ હતી તે આજે આગળ વધશે. લોકો પાસે તમારા વિચારો રજૂ કરવા તેમજ આવું કરતા સમયે મનમાં શાંતિ રાખવી જરૂરી છે. ધનની બાબતમાં આજે તમે ભાગ્યશાળી રહેશો. તમને ધન મળવાની શક્યતા છે. આવક વધશે.

તુલા રાશિ

અધિકારીગણ તમારા કામથી સંતોષનો અનુભવ કરશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ નબળો રહેશે. તમે તમારા ઘરના નિર્માણ માટે અથવા તો નવીનીકરણ માટે વધારે પૈસા ખર્ચ કરી શકો છો. નોકરીમાં પદોન્નતિમાં આવનારી અડચણો દૂર થશે. વાતોને દિલ ઉપર લેવાને બદલે તેમાંથી શિક્ષા મેળવવી જોઈએ. પરિવારમાં સુખ-શાંતિ અને પ્રેમ બની રહેશે. નોકરીની બાબતે સમય સારો રહેશે.

વૃષીક રાશિ

આજે તમારે વધારે પડતા ક્રોધ અને આવેશથી બચવું. વડીલો સહયોગ આપશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. પડવા-વાગવાથી બચવું. મિત્રોની મદદથી કોર્ટ-કચેરી સાથે જોડાયેલા કામ થશે. એક કામ પૂરું થયા પછી જ બીજું કામ હાથમાં લેવું. તમારી મરજી મુજબ કામ થવાથી પ્રસન્નતા રહેશે. આજે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો ઉદય થશે. યોગ તરફ આકર્ષિત થશો. વિચારો સ્પષ્ટ હોવાથી તમારી કારકિર્દીના ક્ષેત્રે સકારાત્મક અસર થશે.

ધન રાશિ

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આજે તમે ધાર્મિક કામમાં હાજરી આપી શકો છો, જેને કારણે તમારી સામાજિક લોકપ્રિયતામાં વધારો થશે. યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે પરંતુ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે શારીરિક પરેશાનીઓ આવી શકે છે. વ્યવસાયિક બાબતે આજનો દિવસ મુશ્કેલ રહેશે કારણકે કામને લઈને તમે મૂંઝવણમાં રહેશો.

મકર રાશિ

આજે ઉતાવળ કરવાથી નુકસાન થશે. વિચારેલા કામમાં અડચણો આવશે. કારકિર્દીની બાબતમાં તમે તમારી ક્ષમતા કરતાં વધારે જવાબદારીઓ લઈ લીધી છે, તેને કારણે તમારો માનસિક તણાવ વધશે. રચનાત્મક કામમાં તમારો રસ રહેશે. કામકાજમાં નવા વિચારોથી ફાયદો મળશે. બૌદ્ધિક ક્ષમતા વધારે રહેશે. મિત્રોનો પુરો સહયોગ રહેશે. ગુસ્સાને કાબૂમાં રાખવો. ખરાબ સંગતથી બચવું. વેપારની બાબતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

કુંભ રાશિ

આજે તમારી વાણીમાં સૌમ્યતા રહેશે, પરંતુ ધીરજ ઓછી થશે. તમારું પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને ખુશખુશાલ રહેશે. તમારા જીવનસાથી અને બાળકો ખૂબ જ સ્નેહી અને પ્રેમ કરનારા હશે. કોઈપણ કામમાં સતત પ્રયત્નો કરવાથી તમને મોટો ધન લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. લાભ મળવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી તરફથી ખૂબ જ પ્રેમ અને સ્નેહ મળશે. નોકરી કરતા લોકો માટે દિવસ સારો રહેશે.

મીન રાશિ

આજે તમારે તમારા રોજગાર અને કારોબારીના ક્ષેત્ર સાથે જોડાયેલા કામથી બહાર જવું પડશે. પૂજા પાઠમાં મન લાગશે. તીર્થ દર્શન સંભવ રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. બીજા પાસે તમે તમારી વાત મનાવી શકો છો. પરિવારનું વાતાવરણ સુખદ રહેશે અને આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે. કામમાં તમારી પ્રશંસા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *