૧૭ ડિસેમ્બરે બની રહ્યા છે આયુષમાન યોગ, જાણો મેષથી લઈને મીન રાશી સુધી શું રહેશે અસર

Posted by

મેષ રાશિ

આજે તમારી આજુબાજુનું વાતાવરણ પ્રસંતા પૂર્ણ રહેશે અને તમે વિલાસિતા પૂર્ણ વાતાવરણનો આનંદ ઉઠાવશો, જેના કારણે તમે પોતાને એક સુખી મનુષ્ય મહેસૂસ કરશો. આજે મોટી માત્રામાં તમને ધનની પ્રાપ્તિ થશે. જેના કારણે તમે સંતુષ્ટ મહેસૂસ કરશો અને તમે તમારા ભવિષ્ય માટે સંતુષ્ટ પણ રહેશો. તમે સંતાનના ભવિષ્ય માટે આજે કંઈક નિવેશ પણ કરી શકો છો. પિતાના સ્વાસ્થ્યને લઈને આજે તમે થોડાક ચિંતિત રહેશો. આજે સાંજે તમે તમારા સંતાન માટે કંઈક ભેટ લઈ જઈ શકો છો.

વૃષભ રાશી

આજ સાંજથી લઈને રાતનો સમય તમે કોઈ સામાજીક તેમજ ધાર્મિક કાર્યક્રમમાં પસાર કરસો, જેના કારણે અમુક ધન પણ વ્યય થશે. શત્રુ આજે પ્રબળ રહેશે. આજનો દિવસ સ્વાસ્થ્ય માટે થોડોક ચિંતિત રહેશે, એટલા માટે તમારે અનિયમિત ખાનપાનથી બચવું જોઈએ અને આળસ્યનો ત્યાગ કરવો જોઈએ, જેના કારણે તમે સ્વસ્થ મનુષ્યનું જીવન જીવી શકો. આજે તમારી મધુર વાણીના કારણે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થઇ શકે છે. વ્યવસાય માટે આ દિવસ ઉત્તમ રહેશે. દાંપત્યજીવન ચિંતિત રહેશે.

મિથુન રાશિ

જો તમે મકાન દુકાન ખરીદવા ઇચ્છતા હો તો તેમાં નિવેશ કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે તમે તમારા વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ પરિયોજના આરંભ કરી શકો છો. જેને સફળતા પૂર્વક પૂર્ણ થવા માટે એક વર્ષ લાગી શકે છે. જેમાં તમે આર્થિક લાભની આશા પણ કરી શકો છો. સંતાનના વિવાહ સંબંધિત પ્રસ્તાવ આજ તમે તમારા ઘરના વડીલો સામે રજૂ કરશો. વિદ્યાર્થી જો કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો તેને સફળતા પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

આજે તમારા કાર્યાલય તેમજ વ્યવસાયનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. જેનો તમારે ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. તમે તમારા વ્યવસાયને આગળ વધારવાના સતત પ્રયત્નો કરશો. ભાઈ-બહેનો સાથે સંબંધો મધુર રહેશે. સાસરા પક્ષથી પણ સન્માન પ્રાપ્ત થશે. આજે તમે અમુક એવા ખર્ચા કરશો. જે ન ઈચ્છવા છતાં પણ કરવો પડશે. જેના કારણે તમારું ધન પણ વધારે વ્યય થશે. આજે કોઈ વાદવિવાદ ન કરવું જોઈએ, નહિતર તે એક કાનૂની વાદ વિવાદ બની શકે છે.

સિંહ રાશી

આજે તમે તમારા પાર્ટનરની સાથે મળીને તમારા સંસાધનોને સંયુક્ત કરવામાં સફળ રહેશો. ખાનગી સંબંધ પરિપૂર્ણ અને સહયોગ પૂર્ણ નહીં થાય. સ્વાસ્થ્યમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો એ આજે દૂર થશે. જેના કારણે તમે આજે ઘણા કાર્યો સફળતાપૂર્વક કરી શકશો. જીવનસાથી આજે તમને કોઇ ભેટ અથવા સરપ્રાઇઝ આપી શકે છે. આજે સાંજે તમે તમારા પરિવારના વ્યક્તિઓ સાથે કોઈ ખાસ મુદ્દા ઉપર ચર્ચા કરી શકો છો.

કન્યા રાશિ

જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો કોઈ મહાન વ્યક્તિના હસ્તક્ષેપથી પારિવારિક વિવાદનું સમાધાન આવશે. જેમાં તમારી રચનાત્મક ક્ષમતા વધશે. જો આજે તમારે કોઇ નિર્ણય લેવાનો છે. તો તેની પહેલા પરિસ્થિતિઓનું આકલન કરી લેવું જોઈએ અને પછી મગજ અને હૃદય બન્નેને સાથે રાખીને નિર્ણય લેવો જોઈએ. નહિતર ભવિષ્યમાં તમારે પસ્તાવું પડી શકે છે. તમારા કાર્યકાળમાં તમારા સાથી કર્મચારીઓના સહયોગથી તમે એક પરિયોજનાને પૂર્ણ કરવામાં આજે સફળ રહેશો. સંતાનને ધાર્મિક કાર્યમાં વ્યસ્ત જોઈને આજે તમારું મન પ્રસન્ન થશે.

તુલા રાશિ

આજ સાંજનો સમય તમે તમારા મિત્રોની સાથે મનોરંજનના કાર્યક્રમમાં પસાર કરશો. આજે તમે તમારા જીવનસાથીની સાથે અમુક જરૂરી સામાનની ખરીદારી પણ કરી શકો છો. આજે તમને ત્રિકોણીય વ્યાપારિક ભાગીદારી અને સંબંધોથી લાભ પ્રાપ્ત થશે, પરંતુ વ્યક્તિગત સંબંધોની બાબતમાં ત્રિકોણીય સબંધ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. તમે તમારા જીવનમાં ત્રણ ભૂમિકા નિભાવશો. તમારે દરેક ભૂમિકાને અલગ અલગ રાખવી જોઈએ, તેને એકબીજા સાથે ભેગી ન કરવી જોઈએ, નહિતર તમે ચિંતિત થઇ જશો. સાંજનો સમય મનોરંજનમાં પસાર થશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક રહેશે. આજે તમે શારીરિક તેમજ માનસિક રૂપથી હેરાન થવા છતાં પણ જે તમે કાર્ય કરશો, તે પૂરા સાહસથી કરશો અને તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આજે તમને કાર્યક્ષેત્ર પરિવારમાં અમુક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે. આવી સ્થિતિમાં તમે વિજેતા બનીને નીકળશો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્તિ માટે વધારે મહેનતની જરૂરિયાત છે. આર્થિક સ્થિતિ માટે દિવસ સારો રહેશે.

ધન રાશિ

આજે તમારે તમારા સ્વાસ્થ્ય અને નાણાકીય સંસાધનો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ત્યારે જ તમારી ગાડી પાટા ઉપર સારી રીતે ચાલશે. તમારે બીજા લોકોના કાર્યો માટે વધારે સમય અને વધારે ઉર્જા વેડફવી ન જોઇએ. કારણકે એવા લોકો એક પછી એક ઈચ્છાઓ હાજર કરતા રહે છે. સામાજિક તેમજ ધાર્મિક કાર્યમાં તમારું મહત્વ વધશે. પરિવારમાં વડીલોની સલાહથી તમારા કાર્યો પૂર્ણ થશે. તમારા આત્મ સન્માનમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ

તમે પરિવર્તનના એક મહત્વપૂર્ણ વળાંક ઉપર ઊભા છો. કોઈ મુશ્કેલીના સમયે તમારે યાદ રાખવું જોઈએ કે અંધારા પછી અંજવાળું જરૂર થાય છે. આજે તમે સત્યનો સામનો કરશો. પરિવારમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. તમારું સંતાન આજે તમારા પરિવારના બિઝનેસમાં તમારી મદદ કરી શકે છે. મહિલા મિત્રથી આજે તમને લાભ પ્રાપ્ત થઇ શકે છે. સાસરા પક્ષથી ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જે કાર્ય લાંબા સમયથી અધૂરા છે, તે આજે પૂર્ણ થશે.

કુંભ રાશિ

આજે તમારે તમારા મન અનુસાર કાર્ય કરવું પડશે અને દરેક બાબતમાં ઉગ્રવાદી બનવાથી બચવું જોશે અને જીવનના કડવા અનુભવથી શીખવું પડશે અને તમારા ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં આગળ વધવું પડશે. તમારા કાર્યક્ષેત્રમાં આજે તમને ભરપૂર લાભ પ્રાપ્ત થશે. બહારનું ખાવાનું ટાળવું જોઈએ, નહી તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. જીવનસાથી સાથે આજે સારી વાતો કરશો. સાંજનો સમય આજે તમે કોઈ માંગલિક કાર્યમાં પસાર કરશો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપથી ફળદાયક રહેશે. આજ સુધી જે આશાઓ તમે વિચારીને રાખેલી હતી, તે આજે પૂર્ણ થશે. ખાનગી સંબંધોથી સંબંધિત અમુક બાબતમાં વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે, પરંતુ તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. વિશેષ રૂપથી એ જાણી લેવું જોઈએ કે જ્યારે તમને જરૂર પડશે, ત્યારે તમને તમારા પરિવારના વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત નહીં થાય. વિદ્યાર્થીઓને આજે ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે નવા માર્ગો વિસ્તૃત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *