૧૦ ડિસેમ્બરે બની રહ્યા છે શુક્લ યોગ, આ રાશીને મળશે મોટો જેકપોટ, હાથ લાગશે ખજાનો

Posted by

કર્ક રાશિ

આજે તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે અને તમે હસમુખ રહેશો. પરિવાર તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. નાની નાની વાતોની વધારે ચિંતા ન કરવી. આજે કોઈ નજીકના માણસ તમને દગો આપી શકે છે, માટે સાવધાની રાખવી. તમારી સલાહ ઘણા લોકોને કામ આવશે. તમારે તમારી વાત કહેવાથી અટકવું નહીં. બીજા લોકોની ખુલા દિલથી મદદ કરવી. આજે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક ચર્ચા કરી શકો છો. તમારા વડીલોને કોઈ સલાહ આપવી નહી.

કન્યા રાશિ

આજે કોઈ ભરોસા વાળા માણસની મુલાકાતથી તમારો આવનારો સમય સુખદ રહેશે. વેપારમાં કોઈ તમારી સ્પર્ધા કરી શકશે. આજે કોઈ વાદ વિવાદમાં ન પડવું, અને કોઈ કામ કરવા માટે વધારે આતુર ન થવું. કોઈને મદદની જરૂર હોય તો જરૂર મદદ કરવી, ભવિષ્યમાં તેનો તમને લાભ મળશે. કોઈ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ જરૂર લેવી. આજે ધન લાભના ચાન્સ મળશે. સામાજિક મુલાકાતથી દિવસ પસાર થશે .

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થવાનો છે. તમે તમારા મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છો. તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે. નહિતર વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈપણ સાથે વાતચીત કરતા સમયે તમારા શબ્દો પર ધ્યાન આપો. લગ્ન જીવન સારું પસાર થશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવશો, જેમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. ધર્મ કર્મમાં રસ વધશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને પોતાના નવા કામ અને નવી યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પ્રાઇવેટ નોકરી કરતા લોકો એક મોટા અધિકારીઓ સાથે તાલમેલ બનાવીને રાખવો પડશે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા રહેલી છે. પ્રિય વ્યક્તિ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે, જેનાથી તમારું મન ખૂબ ઉદાસ રહેશે. લગ્ન યોગ્ય લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી રહેશે.

ધન રાશિ

ધન રાશિ રાશિવાળા લોકોને પોતાના બિનજરુરી ખર્ચાઓને કાબૂમાં રાખવાની જરૂર છે. નહિતર તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગુપ્ત દુશ્મનો સક્રિય રહેશે, એ લોકો તમને નુકસાન પહોંચાડવાના બનતા પ્રયત્નો કરશે. સામાજિક વિસ્તાર વધશે. નવા નવા લોકો સાથે ઓળખાણ બની શકે છે. વિદ્યાર્થીઓને કોઈ સફળતા માટેની પરીક્ષામાં ખુબજ મહેનત કરવી પડશે. તમને તમારી મહેનતનું પરિણામ જરૂર મળશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોએ પણ આ પ્રકારના ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડશે. તમે તમારા કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. વિદ્યાર્થીઓના તેની સમસ્યાનું સમાધાન નહીં મળવાથી મનમાં અશાંતિ બની રહેશે. સસુરાલ પક્ષ સાથે સંબંધો ખરાબ બની શકે છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. કોટ કચેરીની બાબતોકોઈ યાત્રા થી દૂર રહેવું. જો તમે પર જઈ રહ્યા હો તો યાત્રા દરમ્યાન સાવધાની રાખવી નહિતર તમને ઈજા થવાની શક્યતા રહેલી છે.

કુંભ રાશિ

આ રાશિના લોકોનો સમય મિશ્ર રહેવાનો છે. કોઈ કામને પૂરું કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. ઘર પરિવારના લોકો તમારો સાથ આપશે. લાંબા રૂટની યાત્રા કરવાનું ટાળવું. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. એટલા માટે ઘરેલુ ખર્ચઓમા સંતુલન રાખવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. પૂજા પાઠમાં તમારૂ વધારે મન લાગશે. સમાજમાં તમે તમારુ અલગ સ્થાન બનાવવામાં સફળ થશો.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય મધ્યમ રહેશે. જીવનસાથી સાથે સંબંધો વધારે સારા બનશે. તમારા પરાક્રમમાં વધારે થશે. નોકરીના ક્ષેત્રે તમે કંઈક નવું કરવાના પ્રયત્નો કરશો. મોટા અધિકારીઓ તમારી પૂરી મદદ કરશે. વેપારમાં ઉતાર-ચડાવની પરિસ્થિતિ બની શકે છે, એટલા માટે તમારે કોઇ પણ પ્રકારનું પરિવર્તન ન કરવું, નહિતર તમારો નફો ઓછો થઇ શકે છે. કોર્ટ કચેરીની બાબતોથી દૂર રહેવું.

મીન રાશિ

મીન રાશિના લોકોએ સંતાનો સાથે જોડાયેલી સમસ્યામાં ધ્યાન આપવાની જરૂર છે. ગાડી ચલાવતા સમયે બેદરકારી ન રાખવી. માતા-પિતાના આરોગ્યમાં સુધારો થશે. તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઋતુ બદલવાથી તમારા આરોગ્ય પર તેની વિપરીત અસર પડી શકે છે. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું પૂરું ધ્યાન રાખવું પડશે. પાડોશીઓ સાથે કોઇ વાતને લઇને બોલા ચાલી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *