પામિસ્ટ્રીના એક્સપર્ટ્સ કહે છે કે આપણા હાથની રેખાઓથી હથેળી પર માછલી, ઝંડો, સ્વસ્તિક, કમળ અને મંદિર જેવા શુભ નિશાન હોય છે. તેવા લોકોને લકી સાઈનનો એક ખાસ મતલબ પણ હોય છે.
હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિના હાથની રેખાઓને વાંચીને તેના ભવિષ્ય વિશે જણાવવામાં આવે છે. શું તમે જાણો છો કે તમારી આ રેખાઓથી હથેળી પર અમુક લકી સાઈન પણ બને છે. હસ્તરેખા શાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે આપણી હાથની રેખાઓથી હથેળી પર માછલી, ઝંડો, સ્વાસ્તિક, કમળ અને મંદિર જેવા કોઈ નિશાન બને છે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આ પ્રકારના લકી સાઈનનો એક ખાસ મતલબ પણ હોય છે. આવો આજે તમને તેના વિશે જણાવીએ.
માછલીનું નિશાન
અમુક લોકોની હથેળી પર કેતુ અથવા ચંદ્ર પર્વત પર ઓવલ શેપમાં માછલીનું નિશાન બને છે. આ નિશાન બ્રેસલેટ લાઈનની નીચે હથેળી પર હોય છે. એવું લાગે છે કે જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે તે સંપન્ન અને ધાર્મિક પ્રવૃતિના હોય છે. એવા લોકો ખૂબ શાંત રહે છે. અને દાન-ધર્મના કાર્યોમાં રૂચિ રાખે છે. એવા લોકોને પાણીથી ખૂબ જ ડર લાગે છે અને તેમાં સાઈનસની સમસ્યા પણ જોવા મળે છે.
ઝંડાનું વિશાન
જો મસ્તિષ્ક રેખા એટલે કે જીવન રેખાથી નિકળીને એક સીધી લાઈન ગુરૂ પર્વતની તરફ જાય અને તેના બીજા ખૂણા પર એક ચોરસ નિશાન હોય તો હથેળી પર તેને ‘ફ્લેગ સાઈન’ કહેવાય છે. આ નિશાન અંગુઠાની બાજુમાં પહેલી આંગળીની નીચે હોય છે. પામિસ્ટ્રીના જાણકારો કહે છે કે જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે તે વૃદ્ધાવસ્થામાં સુખી જીવન જીવે છે. એવા લોકો ધાર્મિક હોવાની સાથે સાથે એક સારા લેખક પણ માનવામાં આવે છે.
સ્વાસ્તિકનું નિશાન
હિંદૂ ધર્મમાં સ્વાસ્તિકને એક લકી સાઈનની રીતે જોવામાં આવે છે. હથેળી પર આ નિશાન બે પ્રકારે બનેલું હોય છે. ગુરૂ પર્વત પર અને બુધ પર્વત પર. જો સ્વાસ્તિક પહેલી આંગળીની નીચે ગુરૂ પર્વત પર હોય તો વ્યક્તિની રૂચી ધર્મ-કર્મમાં વધે છે. જો સ્વાસ્તિક અંગુઠાની નીચે બુધ પર્વત પર હોય તો આવા લોકોને સંપત્તિનો લાભ થાય છે. આ લોકો દાન કરવામાં ક્યારેય પીછે હટ નથી કરતા.
કમળનું નિશાન
આ હથેળી પર હૃદય લાઈનથી બીજા ખૂણા પર પહેલી અને મધ્યની આંગળીની નીચે એક ત્રિભુલ દેખાય તો હસ્તશાસ્ત્રની દુનિયામાં તેને કમળ એટલે કે લોટસની સાઈન કહેવામાં આવે છે. જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે. તે ધાર્મિક અને ખૂબ ભણેલા હોય છે.
મંદિરનું નિશાન
પહેલી આંગળીની નીચે ગુરૂ પર્વત એક ચોરસ ડબ્બામાં ઉપર રહેલા ત્રિભુજઈને નિશાનને મંદિર એટલે ટેમ્પલ સાઈન કહે છે. આ લકી સાઈન ઘણા ઓછા લોકોની હથેળી પર દેખાય છે. એવું કહેવાય છે કે જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે તે ખૂબ રોયલ લાઈફ જીવે છે. તેને સમાજમાં ખૂબ જ માન-સન્માન મળે છે.